________________
દશવૈકાલિક સૂત્ર શ્રાવણ સુદ છઠ્ઠના શુભ મુહૂર્ત મોટા ઠાઠમાઠ સાથે તે કુમાર ઠરાવેલા નિયમ પ્રમાણે પરણવા સારુ શ્વસૂર ગૃહે પધારતા હતા. તેવામાં માર્ગે ચાલતાં પાંજરામાં પૂરેલાં પશુઓનો પીડિત પિકાર તેના કર્ણદ્વારે અથડાય. સારથિને પૂછતાં તેને ખબર પડી કે આ તો પિતાના જ લગ્નનિમિતે આટલા પશુઓની હિંસા થવાની છે.
આ સાંભળતાં જ તેને આ અને એવા અનેક અનર્થો એકે એક કાર્યમાં દેખાવા લાગ્યા. આ સંસારના સ્વાર્થો પર તેને વૈરાગ્યની ફુરણું જાગી. પૂર્વના સંસ્કારોનો તેમાં વેગ મળ્યો અને તેની ભાવનાન પ્રવાહ સહજ વારમાં પલટી ગયો. ત્યાંથી જ રથ પાછો વાળીને તે ઘેર આવ્યા અને ખૂબ ચિંતન કરી આખરે તેણે ત્યાગમાર્ગને અંગીકૃત કર્યો. તેની ઉત્કટ ભાવનાથી બીજા પણ એક હજાર સાધકે તેની સાથે યોગમાર્ગને આરાધવા સારુ નીકળી પડ્યા.
પાછળથી રામતી પણ આ નિમિત્તે પ્રબળ વૈરાગ્યપૂર્વક સાધ્વી થયાં. સાત સહચરીઓ સાથે તેણે પ્રવજ્યા અંગીકાર કરી લીધી.
એકદા નૈવતક પર્વત પર નેમિનાથ ભગવાનને વંદન કરવા જતાં માર્ગમાં ખૂબ મેઘવૃષ્ટિ થતાં તેનાં વસ્ત્રો લિંજાયાં. એક એકાંત ગુફામાં તે પિતાના બધાં વસ્ત્રો ઉતારીને સુકવવા લાગ્યાં.
તેવામાં તેજ ગુફામાં ધ્યાનસ્થ રહેલા તેમનાથના નાનાભાઈ રથનેમિ કે જે બાળવયથી યોગમાર્ગમાં પ્રવૃત્ત થયા હતા; તેની દ્રષ્ટિ રામતીના દેહ પર પડી. સૌંદર્યમય શરીર અને એકાંતવાસમાં તેને નહિ અનુભવેલ વેદના થઈ આવી. વિકારની વાસનાએ તેને વ્યાકુળ બનાવ્યા. તેને પિતાની ગદશાનું ભાન ન રહ્યું. છેવટે તે સાધ્વી સ્ત્રીરથનેમિને કેવી રીતે સંયમ માર્ગમાં સ્થિર કરે છે તે વાંચવા માટે તેમને તથા સતી રામતીને પરસ્પર વાર્તાલાપ ઉત્તરાધ્યયન સૂત્રના બાવીસમા અધ્યયનમાં જોઈ લો.*
* ઉત્તરાધ્યયન રમૂત્રનું અનુવાદન. પાનું ૧૮૫ થી શરૂ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org