________________
-
-
વિવિક્ત ચર્યા
૧પ૭ રિક ચક્ષુઓ ઉઘડી ગયાં છે અને જેના પ્રમાણમાં ચેતનાશક્તિની ઝણઝણાટી લાગી છે તે પોતાના કષ્ટપ્રદ ભાવીને સ્પષ્ટ જોઈ શકે છે. અને પિતાના વીર્યને ઉપગ તેને વહાવવામાં કરવાને બદલે તેની જીવનનોકાનું આખું સુકાન ફેરવી લે છે અને પોતાનું ધ્યેય નક્કી કરી સેંકડો સંકટોને દૂર કરવા માટે શસ્ત્રસજિત શૂર, વીર અને ધીર લડવૈયો બને છે. સંસારના ઈતર શૂરવીરે પોતાનું સત્વ અને માયા મુડી રક્ષવા બાહ્ય સંગ્રામ ખેડે છે. જ્યારે આ યુદ્ધો તે વસ્તુની ઉપેક્ષા કરી આત્મસંગ્રામમાં જ ખેલવાનું પસંદ કરે છે. તેજ તેની બીજાથી ભિન્ન એવી વિવિત ચર્યા.
ગુરુદેવ બોલ્યા – [ એકાંત ચર્યા એટલે વિશ્વના પ્રવાહથી પોતાના આત્માને બચાવી લે. તેવી એકાંતચર્યાના લાભ અને ઉદેશનું નિદર્શન.] ' ' [૧] સર્વજ્ઞ પ્રભુએ ફરમાવેલી અને ગુરુદ્વારા સાંભળેલી આ (બીજ)'
ચૂલિકાને હું કહીશ કે જે ચૂલિકાને સાંભળી સદ્દગુણી સજજન પુરુષોની બુદ્ધિ શીધ્ર ધર્મ તરફ ઉત્સાહિત બને છે. આ પ્રમાણે જંબૂસ્વામીને ઉદેશીને સુધર્મ સ્વામીએ કહ્યું હતું
તેજ મન નામના શિષ્યને ઉદ્દેશીને શયંભવ ગુરુદેવ બેલ્યા[૨] (નદીના પ્રવાહમાં તણુતા કાછની પેઠે) સંસારના પ્રવાહમાં
બહુ બહુ જ વહેતા હોય છે. તે પ્રવાહની પર થવા માટે જેનું લક્ષ્ય જાગૃત થયું હોય તે મેક્ષાથી સાધકે જે પ્રવાહમાં સંસારી છે વહેતા હોય તેની સામી બાજુ એટલે કે તેનાથી ઉલટી પ્રવૃત્તિમાં પિતાના આત્માને જેવો ઘટે.
નોંધ-મનુષ્યજીવન, યોગ્ય સમય અને સાધને મળવા છતાં ઘણું. મનુષ્યને ભૌતિક જીવન સિવાયના ઈતર જીવનને કશો ખ્યાલ હોતો નથી. તે બધા એવા ઔધિક પ્રકારના જીવો હોય છે. અર્થાત તેમની બધી ક્રિયાઓ પરંપરા પ્રમાણે બીન કરતાં હોય છે તેમ થતી રહે છે. તે પૈકી કઈક બેયાથી સાધક જાગૃત થાય છે અને તે લોક પ્રવાહમાં ન તણાતાં પ્રત્યેક ક્રિયાઓમાં વિવેક કરતા થઈ જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org