Book Title: Agam 42 Mool 03 Dashvaikalik Sutra
Author(s): Santbal
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 193
________________ ૧૬૦ દશવૈકાલિક સૂત્ર નોંધ –-મમત્વભાવ એ સાધુજીવન માટે સર્વથા ત્યાજ્ય છે. કારણ કે એક વસ્તુ પર મમત્વ થયું એટલે બીજી વસ્તુ પર વિશુદ્ધ પ્રેમ ઉડી જવાને અને કદાચિત મમત્વવાળી વસ્તુને જે કંઈ થાય તેના સારા માઠાની અસર પિતા પર પડવાની, એટલું જ નહિ પણ પરિણામે જેટલી એક વસ્તુ પર અતિ આસક્તિ થાય તેટલો જ ઈતર પદાર્થ પર ઠેષ થવાને. દેષ એ એક પ્રકારની માનસિક હિંસાજ છે અને તે માનસિક વિચારે આખરે ક્રિયામાં પરિણત થઈ દુષ્પરિણામ લાવી મૂકે છે. સર્વથા રાગ અને દ્વેષથી રહિત થવાના ભાવવાળા ત્યાગી માટે મમતા તે સારુજ ત્યાજ્ય કહી છે. [૯] આદર્શ મુનિ; અસંયમી જનેની ચાકરી ન કરે તેમજ તેને અભિવાદન ( ભેટવાની ક્રિયા ), વંદન કે નમન પણ ન કરે. પરંતુ જે અસંયમીઓના સંગથી મુક્ત હોય તેવા આદર્શ સાધુઓના સંગમાં રહે કે જે સંસર્ગથી તેના ચારિત્રની હાનિ ન થાય. નેંધ –મનુષ્યો જેના પરિચયમાં આવે છે, જેની ગુલામી કરે છે, જેનું પૂજન કરે છે તેવું જ તેનું મન અને વિચારે ઘડાતા જાય છે અને આખરે તે તેવા જ બની રહે છે. કારણ કે સંસર્ગના આદેલનની તેમના પર અવ્યક્ત કે વ્યક્ત રીતે જરૂર અસર થાય છે. આથી જ મહાપુરુષોએ સતપુરુષોના સંગનું અપાર માહાસ્ય વર્ણવ્યું છે. અને ખળપુરુષોનો સંગ સર્વથા ત્યાજ્ય બતાવ્યો છે. સંયમના ઈચ્છુક સાધકે પોતાથી અધિક ગુણવાન હોય તેને જ સંસર્ગ કરવો ઘટે. [૧] (કદાચ તે ઉત્તમ સંગ ન મળે તે શું કરવું તે બતાવે છે.) ભિક્ષુ; પિતાથી અધિક ગુણવાન કે સમાન ગુણવાળે ન મેળવી શકે તે કામોગામાં અનાસક્ત રહી તથા પાપને ત્યાગ કરી સાવધાનતા પૂર્વક એકાકી વિચરે (પરંતુ ચારિત્રહીનના સંગમાં ન રહે. ) નેધ -- કે જૈનસૂત્રોમાં એક ચર્ચાને ત્યાજ્ય કહી છે અને તેમ કહેવાનું કારણ એ છે કે એકાકી વિચરતા સાધુને અદૂષિત ચારિત્ર નિભાવવું એ અતિ કઠિન વસ્તુ છે અને તેના પર કોઈ છત્ર ન હોય તે તે સાધક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 191 192 193 194 195 196 197 198 199 200 201 202