________________
૧૩૮
દશવૈકાલિક સૂત્ર
અર્હત દેવાએ ફરમાવેલા નિરાના હેતુ સિવાચ કોઇપણ સ્વાર્થ માટે આચાર ન પાળે. તે પૈકી ચાથુ પદ ખરાખર યાદ રાખવું. અહીં ફ્લેકિ આ પ્રમાણે છેઃ
www
[૫] જે સાધુ દમિતેન્દ્રિય બની આચારથી (સચ્ચારિત્રથી) આત્મસમાધિને અનુભવે છે, જિનેશ્વરાના વચનમાં અણુ થઈ ગયે હેાય છે, વાદવિવાદોથી વિરત અને સંપૂર્ણ ક્ષાયક ભાવને પામી આત્મમુક્તિની નિકટ ગયેલા હાય છે—
[૬] તે સાધુ ચાર પ્રકારની આત્મસમાધિને આરાધી, સુવિશુદ્ધ થઈ તથા ચિત્તની સુસમાધિ સાધીને પરમ હિતકારી અને એકાંત સુખકારી એવું પેાતાનું કલ્યાણુસ્થાન સ્વયં પ્રાપ્ત કરે છે.
[૭] આથી તે જન્મ અને મરણના ચક્રથી તથા દુન્યવી લાગણીથી સર્વથા મુક્ત થઇ શાશ્વત (કાયમી) સિદ્ધ થાય છે. અથવા જે ઘેાડાં પૂર્વક બાકી રહી ગયાં હાય તે। મહાન ઋદ્ધિશાળી સર્વોત્તમ કાટિના દેવ અને છે.
નોંધ:-> તપમાં ભૌતિક વાસનાની ગંધ નથી, જે તપમાં કીર્તિ કે પ્રશંસાની આકાંક્ષા નથી, માત્ર કર્મોંમળથી મુક્ત થવા સારુજ જે તપને આદરે છે તે જ આદર્શ તપશ્ચર્યાં છે. જે આચારમાં આત્મદમન, મૌન અને સમાધિ છે એ જ સાચેા આચાર છે.
જે વિનયમાં નમ્રતા, સરળતા અને સેવાભાવ છે એજ વિનય છે અને જે જ્ઞાનથી એકાગ્રતા અને સમભાવ સધાય છે તે જ સાચુ જ્ઞાન છે. એમ કહું છું:
એ પ્રમાણે વિનયસમાધિ નામનું નવમું અધ્યયન પૂર્ણ થયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org