________________
૧૫ર
દશવૈકાલિક સૂત્ર
[2] વળી ત્યાગાશ્રમને છોડી ગૃહસ્થ જીવનમાં ગયેલ મુનિ જ્યારે
સ્ત્રી, પુત્ર અને કચ્ચાં બચ્ચાંના પરિવારથી વિંટાઈને મેહનીય કર્મની પરંપરાથી તેમાંજ ગુંચાઈ જાય છે ત્યારે તે કાદવમાં ખૂચેલા હાથીની માફક “નીર તી ” ન પાછું કે ન કાંઠો એમ બન્ને સ્થિતિની વચ્ચે રહી ખેદ કર્યા કરે છે.
નોંધ:--સ્ત્રી, પુત્રાદિ પરિવારમાંથી નિવૃત્ત થઈ તેને શાંતિ મેળવવાની જરા માત્ર કુરસદ રહેતી નથી ત્યારે તે જાળમાંથી છૂટવા ફાંફાં મારવાને પ્રયત્ન કરે છે. પરંતુ એવાં ગાઢ બંધન હોય છે કે પછી તે ધારે તે પણ
છૂટી શકતા નથી અને તેથી તે બમણ પીડા પામે છે. [+૧૦] (પછી આવી સ્થિતિમાં જ્યારે તે વિચાર કરવા બેસે છે
ત્યારે તેને સદ્દવિચાર આવે છે અને ત્યારે તેને પશ્ચાતાપ થાય છે કે હા ! આ મેં ખૂબજ છેટું કર્યું.) જે હું જિનેશ્વરેએ બતાવેલા વિશુદ્ધ સાધુત્વથી ભરેલા ત્યાગમાર્ગમાં આનંદપૂર્વક રહ્યો હતો તે આજે મારા અપૂર્વ આત્માઓજસ અને અપૂર્વ જ્ઞાનની સાથે આખા સાધુગણને અધિપતિ બનત. કયાં એ મહર્ષિઓના ત્યાગમાર્ગમાં રક્ત રહેલા ત્યાગી પુરુષને દેવલોક સમાન સુખદ ત્યાગ અને કયાં તે ત્યાગ માર્ગને તરછોડી ગૃહસ્થ જીવનથાં ગયેલા પતિત ભિક્ષુને મહા નરકયાતના સમાન ગૃહસ્થાશ્રમ !
નેધ–પતિત થયેલાનું જીવન પામર જેવું હેવાથી તે ગૃહસ્થાશ્રમના આદર્શ ધર્મને પણ આરાધવાને લાયક રહેતો નથી અને તેના હૃદયના ઊંડા ભાગમાં સાધુજીવનની શાંતિ સાંભરે છે, તેથી તે ગૃહસ્થાશ્રમ જીવન લગભગ નરકાવાસ જેવું જ ગાળે છે. એવી ઉપમા કહી તેવા પતિત ભિક્ષની મોદશાને ચિતાર આપે છે. ૧૧ (આ બધું કહી હવે મહાપુરુષ સંયમથી કંટાળેલા સાધુને કહે
છે –) ત્યાગ માર્ગમાં રમી રહેલા મહાપુરુષનું દેવેન્દ્ર સમાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org