Book Title: Agam 42 Mool 03 Dashvaikalik Sutra
Author(s): Santbal
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 181
________________ ૧૪૮ દશવૈકાલિક સૂત્ર રીતે કરી શકાય તેનાં સચેાટ અને સંક્ષિપ્ત ઉપાયાનું આ ચૂલિકામાં વર્ણન છે. ગુરુદેવ મેલ્યાઃ— આ શાણા સાધકો ! અહીં ખરેખર દીક્ષિત (પ્રત્રજિત) થયા પછી દુઃખ ઉત્પન્ન થાય અને તેથી સંયમમાંથી ચિત્તના પ્રેમ ખસી જઈ, સંયમ છેાડી (ગૃહસ્થાશ્રમમાં) ચાલી જવાની ઇચ્છા થાય. પરંતુ હજી સંયમને ત્યાગ ન કર્યો ડ્રાય તેવા સમયે ઘેાડાની લગામ, હાથીના અંકુશ અને વહાણુના સઢ સમાન આ અઢાર સ્થાના (વાકયેા)ને ભિક્ષુએ ખૂબજ વિચારવાં. તે સ્થાન આ પ્રમાણે છેઃ – (૧) (પેાતાના આત્માને સંબોધીને) હું આત્મન! આ દુષમ ફાળનું જીવનજ દુ:ખમય છે. નોંધઃ-સંસારના દરેક જીવા દુઃખી છે. તે હું સ'ચમ જેવી ઉત્તમ વસ્તુ છેાડીને ગૃહસ્થાશ્રમમાં જઉં છતાં ત્યાં પણ સુખ કાં હતું ? (૨) ગૃહસ્થાશ્રમીએના કામભોગ ક્ષણિક અને હલકી કાટિનાજ હાય છે. નોંધઃ-ક્ષણિક અને તે પણ માની લીધેલા અને પરિણામે અપાર દુઃખરૂપ કામભેાગા પર સ્નેહ શા માટે રાખવા? (૩) વળી સંસારી માયામાં ક્રુસેલા મનુષ્ય બહુ કપટવાળા હાય છે. નોંધ:—સંયમને ત્યાગી દીધા પછી તેવા કલુષિત વાતાવરણમાં રહેવાથી અંતઃકરણ દુઃખિત થાય છે. (૪) વળી આ સંયમી જીવનમાં દેખાતું દુઃખ કંઇ લાંખા વખત ટકવાનું નથી. (૫) સંયમ છેડીને ગૃહસ્થાશ્રમમાં જતાં ક્ષુદ્ર મનુષ્યેાની પણુ (ન ઈચ્છવા છતાં) ખુશામત કરવી પડે છે. 4 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202