________________
૧૩૬
દશવૈકાલિક સૂત્ર | હે આયુશ્મન ! ભગવાન મહાવીરે આ પ્રમાણે કહેલું તે મેં સાંભળ્યું છે. તે સ્થવિર (પ્રાઢ અનુભવી) ભગવાને વિનયસમાધિનાં ચાર સ્થાને વર્ણવ્યાં છે.
શિષ્ય કહ્યું – હે પૂજ્ય ! તે સ્થવિર ભગવાનએ કયાં ચાર સ્થાને વર્ણવ્યાં છે ? - ગુરુદેવે કહ્યું–તે સ્થવિર ભગવાનેએ આ ચાર વિનયસમાધિનાં સ્થાને વર્ણવ્યાં છે તે આ પ્રમાણે છે –(1) વિનયસમાધિ, (૨) શ્રુત સમાધિ, (૩) તપસમાધિ અને (૪) આચારસમાધિ. [૧] જે જિતેન્દ્રિય સંયમીઓ હમેશાં પિતાના આત્માને વિનય
સમાધિ, શ્રુતસમાધિ, તપસમાધિ અને આચારસમાધિમાં આત્માને રમાડે છે તે ખરેખર પંડિત પુરુષ છે.
તે વિનયસમાધિના પણ જે ચાર ભેદે છે તે આ પ્રમાણે છે(૧) જે ગુરુની પાસેથી શિક્ષણ પ્રાપ્ત થયું છે તે ગુરુને મહા ઉપકારી જાણી તેની સેવા કરે, (૨) તેની સમીપમાં રહી વિનય જાળવે, (૩) ગુરુના વચનનું યથાર્થ પાલન કરે અને (૪) વિનયી હોવા છતાં અહકારી ન બને. તે પૈકી ચોથું પદ ખાસ યાદ રાખવું. અહીં આ પ્રમાણે તે વિષયને લૅક કહે છે – [૨] મોક્ષાથી સાધક હિતંશિક્ષાને સદા ઈચ્છે. ઉપકારી ગુરુની સેવા
કરે, ગુરુની સમીપમાં રહી વચનનું પાલન કરે અને અભિમાનના મદથી અહંકારી ન બને તે જ વિનયસમાધિનો આરાધક ગણાય છે.
“ચાર પ્રકારની કૃતસમાધિ કહેવાય છે કે આ પ્રમાણે મેં સાંભળી છે” એમ ગુરુદેવ બોલ્યા: તે આ પ્રમાણે છે – (૧)
અભ્યાસ કરવાથી મને સૂસિદ્ધાંતનું પરિપકવ જ્ઞાન થશે” તેમ ખામી અભ્યાસ કરે, (૨) “અભ્યાસ કરવાથી મારા ચિત્તની એકા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org