Book Title: Agam 42 Mool 03 Dashvaikalik Sutra
Author(s): Santbal
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 175
________________ ૧૪૨ દશવૈકાલિક સૂત્ર આવી રીતે આ નિમિત્તે ગૃહસ્થામાં પણ સંચમવૃત્તિને આવિર્ભાવ ચતે રહે છે. જૈનદર્શનમાં દાન કે પરોપકાર કરતાં સંચમને ઉચ્ચ કોટિનું સ્થાન છે. કારણ કે દાતાર પોતાના ઉપગની સામગ્રી બરાબર લઈને પછી વધુ હોય તે જ દાન કરે છે. પરોપકારમાં પણ ઊંડી ઊંડી પ્રત્યુપકારની વાસના છે. જ્યારે સયમમાં તે સ્વાર્થ બિલકુલ ન હોવા છતાં સંચમી વિશ્વમાં પ્રાપ્ત થયેલાં પોતાનાં સાધને સ્વચ છેડી દે છે. આથી જ તે સંયમ દ્વારા વિશ્વનાં અનેક પ્રાણુઓના આશીર્વાદ ગુપ્ત રીતે મેળવતો રહે છે. આ પરથી સહજ રીતે સમજાશે કે ત્યાગીજીવન એ ગૃહસ્થ જીવનને બોજારૂપ નથી પરંતુ ગૃહસ્થજીવનને માનસિક બજારમાંથી બહાર ખેંચી હળવું કરી દેવામાં નિમિનરૂપ છે અને તેવું ત્યાગીજીવન હોય તે જ તે ત્યાગી જીવન કહેવાય. પરંતુ જ્યારે ત્યાગીજીવન ગૃહસ્થજીવનને બોજારૂપ થઈ પડે તેવું બને ત્યારે તે જીવન ઉપરના બને છેવન કરતાં નિકૃષ્ટ એટલે કે ભિખારીજીવન બની જાય છે. પિ જે જ્ઞાતપુત્ર ભગવાન મહાવીરનાં ઉત્તમ વચને તરફ રુચિ ધરાવીને સૂક્ષ્મ અને ધૂળ બન્ને પ્રકારના છ જવનિકાય પ્રત્યેક પ્રાણસમૂહ)ને પિતાના આત્મસમાન માને, પાંચ મહાવ્રતને સ્પર્શ કરે અને પાંચ પ્રકારનાં પાપહાર ( મિથ્યાત્વ, વ્રતરહિતતા, કષાય, પ્રમાદ અને અશુભ યોગ-વ્યાપાર)થી રહિત થાય તેજ આદર્શ ભિક્ષ છે. નોંધા-જેમ પિતાને સુખ, શાંતિ અને આનંદ પ્રિય છે. તે જ રીતે જગતના સૂફમથી માંડીને મોટા છ સુધી સોને તે જ પ્રિય છે તેવું જાણી પિતાનું વર્તન અન્યને સુખકારક બનાવવું તેને આત્મસમાનવૃત્તિ કહેવામાં આવે છે. [] જે ક્રોધ, માન, માયા અને લેભનું હમેશાં વમન કરતે રહે છે, જ્ઞાની પુરુષોના વચનમાં ચિત્તને સ્થિર કરી રાખે છે, તેનું, - ચાંદી ઇત્યાદિ ધનને છોડી દે છે તેજ આદર્શ ભિક્ષુ છે. [] જે મૂઢતાને છેડી પિતાની દ્રષ્ટિ શુદ્ધ (સમ્યગૂ દ્રષ્ટિ) રાખે છે, - મન, વચન અને કાયાને સંયમ રાખે છે, જ્ઞાન, તપ અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202