________________
ધર્માર્થકામાધ્યયન વાને સંબંધ છે તેથી કાષ્ઠનાં, માટીનાં કે તેના પિતાનાં પાત્રોમાં જ જેમ લેવાનું વિધાન કર્યું છે. [૫૩] વળી ગૃહસ્થના વાસણમાં જમવાથી પશ્ચાત કર્મ અને પુરાકમાં
એ બંને પ્રકારના દોષ થવાને પણ સંભવ છે. તેથી સાધુપુરુવોને તેમાં ભેજન કરવું યોગ્ય નથી તેમ ધારી નિગ્રંથ પુરુષો ગૃહસ્થના વાસણમાં ભેજન કરતા નથી.
સેંધ:-પુરાકર્મ અને પશ્ચાત કર્મ એ કઈ જાતના દે છે? તે જાણવા માટે પાંચમા અધ્યયનના પ્રથમ ઉદ્દેશકની ૩૨ તથા ૩૫મી ગાથા જુઓ. [૫૪] ( પંદરમું સ્થાન – ) શણને ખાટલે, પાટીને પલંગ,
શણની દોરીથી બનાવેલી માચી તથા નેતરની આરામ ખુરસી વગેરે આસન પર બેસવું કે સૂવું તે આર્યભિક્ષુઓને માટે યોગ્ય
નથી (અનાચી છે.) [૫૫] માટે તીર્થંકરની આજ્ઞાના આરાધક નિગ્રંથે પલંગ, ખાટલો,
માચી કે તેવી નેતરની ખુરસી પર બેસતા નથી. કારણ કે ત્યાં સૂક્ષ્મ જીવેનું પ્રતિલેખન (નિરીક્ષણ) થઈ શકતું નથી. (અને
વિલાસી છવન બની જવાનો પણ સંભવ છે. [૫૬] તેવાં આસનના ખુણામાં નીચે કે આજુબાજુમાં અંધારું હોય
છે. તેથી તે અપ્રકાશમાં રહેલાં પ્રાણીઓ બરાબર ન દેખાવાથી તે પર બેસતાં તેની હિંસા થવાનો સંભવ છે માટે તેવા પ્રકારના
માચા તથા ખાટલા વગેરેને ત્યાગ કરવાનું મહાપુરુષોએ કહ્યું છે. [૫૭] (સોળમું સ્થાનઃ-) ગોચરી માટે ગૃહસ્થને ઘેર બેસવું તે યોગ્ય
નથી. કારણકે તેથી નીચે પ્રમાણે અનાચાર થવાનો સંભવ રહે
છે અને મિથ્યાત્વ (અજ્ઞાન)ની પ્રાપ્તિ થાય છે. ગૃહસ્થને ઘેર બેસવાથી કયા દેજે સંભવે છે તે બતાવે છે – [૫૮] બ્રહ્મચર્યવ્રત પાળવામાં વિપત્તિ ઉભી થાય છે. પ્રાણીઓને વધ
થવાથી સંયમ પણ હણાય છે. ભિખારી માગવા આવ્યો હોય,
નથ• )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org