________________
૧૧૦
દશવૈકાલિક સૂત્ર
| નોંધ:--સિંહણનું દુધ બલિષ્ઠ છે, અમૃત એ ઉત્તમ છે, પરંતુ પાત્ર તેને ઝીલી શકે તેવું ન હોય તો તે દૂધ નકામું જાય છે અને ઉલટું પાત્રને નુકશાન કરે છે. તે જ રીતે ત્યાગ, પ્રતિજ્ઞા, નિયમે એ બધું ઉત્તમ હવા છતાં પાત્રની ગ્યાયેગ્યતાનો વિવેક ન કરાય તો તે ઉત્તમ વસ્તુઓ અને તેને ગ્રહણ કરનાર વ્યક્તિઓ પણ નિંદાને પાત્ર બની રહે છે. માટે જ દરેક કાર્ય કરતા પહેલાં ઉપર્યુક્ત પદાર્થોને વિચાર અને વિવેક જાળવવા માટે મહાપુરુષે દિશાસૂચન કરે છે. [૩૬] (ઘણા સાધકો પોતે શક્તિમાન અને સાધનસંપન્ન હોવા છતાં
ધર્મચિ નથી ધરાવી શકતા તેને ઉદ્દેશીને મહાપુરુષો કહે છે કે–જ્યાં સુધી જરા (વૃદ્ધાવસ્થા) આવી નથી, જ્યાંસુધી રેગને ઉપદ્રવ થયો નથી. જ્યાં સુધી બધી ઇદ્રિ તથા અંગ ક્ષીણ થયાં
નથી ત્યાં સુધી મનુષ્ય અવશ્ય ધર્મને આચરે જઈએ. - નેંધ –શરીર એ ધર્મનું પરમ સાધન છે. તે સ્વસ્થ હોય તે જ સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અહિંસા, સંયમ ઈત્યાદિ વસ્તુઓનું પાલન થાય. બાળપણમાં તે સાધન પરિપક્વ હેતું નથી અને જરા અવસ્થામાં ક્ષીણ થવાનો ભય છે તેથી તરુણ અને યુવાન વયમાં જ ધર્મકૃત્ય કરવાં એ સમુચિત છે. [૭] (ધર્મક્રિયાનું પ્રજન શું?) આત્મહિતને ઇચ્છુક સાધક પાપની
વૃદ્ધિ કરનારાં ક્રોધ, માન, માયા અને લેભ એમ ચાર પ્રકારના દેષને શીઘ વમી દે (તજી દે).
નેધ –ધર્મક્રિયાનું ફળ સીધું આત્મા સાથે પરિણમે છે એમ જૈનશાસન માને છે એટલે ધર્મિષ્ટની પરીક્ષા તેના બાહચિહનોથી નહિ પણ ગુણથી થાય છે અને જેટલે અંશે દેવોને વિલય તેટલી જ ગુણોની ઉન્નતિ થાય છે. તેથીજ સર્વદેષોના મૂળરૂપ આ ચાર કષાયોને અહીં વર્ણવી તેને
દૂર કરવા એજ સાધકનું ધર્મકર્તવ્ય. એમ સમજાવ્યું છે. (૧૮) ક્રોધ પ્રીતિને નાશ કરે છે, માન વિનયનો નાશ કરે છે,
માયા મિત્રતાને નાશ કરે છે અને લેભ તો સર્વગુણોનો નાશક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org