Book Title: Agam 42 Mool 03 Dashvaikalik Sutra
Author(s): Santbal
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad
View full book text
________________
૧૨૬
દશવૈકાલિક સૂત્ર સુવાસ પ્રસરે છે, સાચું જ્ઞાન થાય છે અને આત્મદર્શન થઈ મુક્તિનો સરળ અને સીધે માર્ગ મળી રહે છે.
એ વિનચ તેજ સધર્મરૂપ કલ્પવૃક્ષનું મૂળ, ધૈર્ય એ તેને કંદ, જ્ઞાન એ તેને સ્કંધ. શુભભાવ-જેના દ્વારા તેને પોષણ મળે એ તેની ત્વચા, સંપૂર્ણ અનુકંપા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને ત્યાગ એ તેની શાખાઓ, ઉત્તમ ભાવના એ તેની પ્રતિશાખાઓ, ધર્મધ્યાન અને શુકલધ્યાન એ તેના પલ્લવો, નિર્વિષયતા, નિર્લોભતા અને ક્ષમાદિ ગુણે તે તેનાં પાત્ર, વાસનાને ક્ષય અને દેહાધ્યાસને ત્યાગ એ તેનાં પુષ્પો, મોક્ષરૂ૫ ફળ અને તેવી વીતરાગ દશામાં પ્રાપ્ત થતું નિરાબાધ સુખ તે તેને મધુર રસ સમજો. [8] જે ક્રોધી, અજ્ઞાની (મુખ), અહંકારી, સદા કટુ વચનને
પ્રયોગ કરનાર, માયાવી અને ધૂર્ત હોય તે જીવાત્મા અવિનીત કહેવાય છે અને તે પાણીના પ્રબળ પ્રવાહમાં કાષ્ટ તણાય તેમ આ સંસારના પ્રવાહમાં તણાતા રહે છે.
નોંધઃ-ક્રોધ, મૂર્ખતા, અભિમાન, કુવચન, માયા અને શઠતા એ બધાં સજજનતાના શત્રુઓ છે. આ ગુણે સાચા વિનયભાવને ઉત્પન્ન થવા દેતા નથી. અને તેથી તે જીવાત્મા લેક અને પરલોકમાં પ્રવાહમાં પડેલા કાણની માફક પરાધીન બની દુઃખ, ખેદ, કલેશ, શાક અને વૈર વિરોધમાં સબડયા કરે છે. તેને કયાંય શાંતિને શ્વાસ ખેંચવાને અવકાશ મળી શકતો નથી. [૪] કઈ ઉપકારી મહાપુરુષ જ્યારે સુંદર શિખામણ આપી તેને
વિનયમાર્ગમાં લાવવા પ્રેરણા કરે ત્યારે જે મુખ મનુષ્ય ઉલટ કેપ કરી તે શિક્ષાને તિરસ્કાર કરે છે તે ખરેખર સ્વયં
આવતી સ્વર્ગીય લક્ષ્મીને લાકડીથી રોકવા જેવું જ કાર્ય કરે છે. ૫ દાખલા તરીકે પ્રધાન સેનાપતિની શિક્ષાને આધીન નહિ થયેલા - હાથી અને ઘોડાઓ (અવિનીતતાને કારણે) જેમ ભાર વહન કર- વાના કામમાં જોડાઈને ખૂબ દુઃખ ભોગવતા દેખાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202