________________
૭૬
દશવૈકાલિક સૂત્ર
જે કંઈ વસ્ત્ર, પાત્ર, કંબલ, પાદપુંછન, રજોહરણ ઈત્યાદિ સંયમનાં ઉપકરણોને સંયમના નિર્વાહ માટે જે સંયમી પુરુષો ધારણ કરે છે કે પહેરે છે તેને જગતના જીવોના રક્ષક જ્ઞાતપુત્ર ભગવાન મહાવીર દેવે પરિગ્રહ કહ્યો નથી. પરંતુ તેમાં સંયમધર્મ બતાવ્યા છે. પરંતુ તે વસ્ત્રાદિક કોઈ પણ વસ્તુ પર જે મૂચ્છ (આસકિત) હોય તોજ તે પરિગ્રહ છે એમ તે ઋષીશ્વરે ફરમાવ્યું છે.
નોંધ:-સંયમના સાધનોને નિરાસક્તિથી ભોગવવાં તેમાં ઘર્મ છે. કારણકે તે સંયમની વૃદ્ધિના હેતુભૂત છે. પણ જ્યારે તેજ બંધનરૂપ થાય ત્યારે તે ત્યાજ્ય બને છે. આથી સંયમ તે વસ્ત્ર ધારણ કે વસ્ત્રત્યાગમાં નથી. પરંતુ ભાવનામાં છે તે રહસ્ય સમજાવ્યું છે. વસ્ત્ર તથા સૌ સાધનને ત્યાગી પણ જે આસક્ત હોય તો તે તાવિક અપેક્ષાએ સંયમી કે સાધુ ગણાતું નથી. [૨૨] આથી સર્વ વસ્તુ (વસ્ત્ર, પાત્ર ઇત્યાદિ ઉપધિ) તથા સંયમના
ઉપકરણનું સંરક્ષણ કરવામાં કે તેને રાખવામાં જ્ઞાની પુરુષ મમત્વભાવ આચરતા નથી, તેમજ તે પોતાના દેહ પર પણ મમત્વ રાખતા નથી.
ધ-સંયમીઓ દેહભાન ભૂલવાની સતત ક્રિયાઓ કરતા હોય છે. જેનો સંબંધ જન્મથી જ હોય છે તેવા દેહ પર જેને મમત્વભાવ ન હોય (અથવા દેહભાન નિવારવાનો જે પ્રયત્ન કરતા હોય) તેને વસ્ત્ર, પાત્ર, કબલાદિ પર મૂછ કેવી રીતે હોઈ શકે ? અને જે તેવી વસ્તુઓમાં પણ મૂછ હોય તે તે સંયમી શી રીતે કહેવાય? રિ૩] ( છઠું વ્રત:-) બધા જ્ઞાની પુરુષોએ વર્ણવ્યું છે કે અહે ! સાધુ
પુરુષે માટે આ કેવું નિત્ય તપ છે! કે તેમને જીવનપર્યત સંયમના નિર્વાહ માટે ભિક્ષાવૃત્તિ કરવાની હોય છે અને એકભક્ત એટલે દિવસનાજ માત્ર આહાર કરવાનો હોય છે. રાત્રિને સર્વથા ત્યાગ હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org