________________
ધર્માર્થ કામાધ્યયન
ge
કારણ પ્રસંગે અપવાદ નિયમેા દર્શાવ્યા છે. પરંતુ તેથી કંઈ પૃથ્વી, જળ આફ્રિ તત્ત્વાના ગૃહસ્થ ગમે તેવા દુરૂપયેાગ કરે તેવી છૂટ નથી. સાતમા વ્રતમાં ગૃહસ્થે જરૂરિયાત પુરતા દરેક પદાર્થીને ઉપચાણ કરવા એમ બતાવ્યું છે. દરેક કાર્યમાં સાવધાનતા અને વિવેક રાખવે જોઇએ.× [૩૨] માટે તે પાપ દુર્ગતિને વધારનારું છે તેમ જાણીને સાધુપુરુષે જીવનપર્યંત જળકાયના સમારંભને ત્યાગી દેવા.
નોંધ:-જૈન સૂત્રામાં આરંભ અને સમારંભ શબ્દો હિંસક ક્રિયા અને હિંસક સાધનામાં વપરાય છે.
[૩૩] (નવમું સ્થાન:—) સાધુપુરુષો અગ્નિને પ્રજ્વલિત કરવા માટે ઇચ્છે નહિ કારણ કે તે પાપકારી અને લાખંડના શસ્ત્રો કરતાં અદ્વિતીય તેમજ અતિ તીક્ષ્ણ શસ્ત્ર છે અને તેને સહન કરવું તે સથા દુષ્કર છે.
[૩૪] તે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ એમ ચાર દિશા, ચાર વિદિશાઓ, ઉપર અને નીચે એમ દશે દિશામાં દરેક વસ્તુને બાળીને ભસ્મ કરી નાખે છે.
[રૂપ] અગ્નિ પ્રાણીમાત્રના નાશ કરનાર (શસ્ત્ર) છે. તેમાં લેશમાત્ર શંકાને સ્થાન નથી. માટે સંયમી પુરુષ! પ્રકાશ માટે અથવા તાપ લેવા માટે પણ કદી લેશમાત્ર અગ્નિકાયના આરંભ કરે નહિ.
[૩૬] માટે તે પાપ દુર્ગાંતિને
વધારનારું છે તેમ જાણીને સાધુપુરુષ જીવનપર્યંત અગ્નિકાયના સમારંભને ત્યાગી દે.
[૩૭] (દશમું સ્થાનઃ—) બહુ પાપકારી વાયુકાયના આરંભ (હિંસા)ને પણ જ્ઞાની પુરુષ। અગ્નિકાયના આરંભ જેવા દૂષિત માને છે. તેથીજ છ કાયના રક્ષક સાધુઓએ તેનું (વાયુનું) પણ સેવન કર્યું નથી.
× વિશેષ વિગત માટે જીએ શ્રાવક પ્રતિક્રમણ વિધિ.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org