________________
૭૪
દશવૈકાલિક સૂત્ર કારી અસત્ય બોલે નહિ, બીજા પાસે બેલાવે નહિ અને બીજે તેવું અસત્ય બોલતે હેય તે તેને અનુદન પણ આપે નહિ.
નોંધ:-વાસ્તવિક રીતે તે કઈ પણ પ્રકારનું અસત્ય બોલવું તે સંયમી સાધક માટે ત્યારે જ છે. સંચમીએ કેવી ભાષા બોલવી તે બધા અધિકાર સુવાક્યશુદ્ધિ નામના સાતમા અધ્યયનમાં વિસ્તારપૂર્વક આવશે. અસત્ય ન બોલવાની સાથે અસત્ય ન વર્તવું તે ભાવ પણ સાથે જ સમજી લેવો જોઈએ.
[૧૩] કારણકે આલોકમાં મૃષાવાદને સર્વ સાધુપુરુષોએ નિંદેલ છે.
અસત્યવાદી પુરુષ પ્રત્યેક જીવોનું અવિશ્વાસપાત્ર બની રહે છે. ' માટે અસત્યનો સર્વથા ત્યાગ કરવો ઘટે.
[૧૪+૧૫] (ત્રીજું સ્થાન –) સજીવ વસ્તુ કે નિર્જીવ વસ્તુ અપ
પ્રમાણમાં કે બહુ પ્રમાણમાં વધારે તે શું પરંતુ એક દાંત ખોતરવાની સળી પણ માલિકની રજા મેળવ્યા વિના સંયમી પુરુષ સ્વયં ગ્રહણ કરતા નથી, બીજા દ્વારા ગ્રહણ કરાવતા નથી કે અદત્ત ગ્રહણ કરનારને અનુમોદન સુદ્ધાં આપતા નથી.
ધ –અહીં સંયમી પુરુષ એટલે સર્વ ત્યાગી પુરુષને ધર્મ કહો છે કારણ કે તે કશું સંગ્રહી રાખતા નથી. તેણે પોતાની માલિકીની વસ્તુ પણ વિશ્વને ચરણે ધરી દીધી હોય છે. તેથી સામાન્ય વસ્તુ પણ તે આજ્ઞા વિના લઈ શકતા નથી. સંયમી ગૃહસ્થ આવો સંપૂર્ણ ત્યાગ કરી શકે નહિ. માટે તેણે અણહકની કે પોતાની માલિકી ઉપરાંતની વસ્તુ લેવી નહિ તેજ અદત્તાદાનવ્રતનું પાલન છે. મળેલી વસ્તુમાં પણ સંયમ રાખ અને અપરિગ્રહની ભાવના કેળવવી તેને સમાવેશ ગૃહસ્થ સાધકના પાંચમા વ્રતમાં થાય છે. [૧૬] (ચોથું સ્થાન –) સંયમને ભંગ કરે તેવાં સ્થાનેથી દૂર રહેનારા
(ચારિત્ર ધર્મમાં સાવધાન) મુનિજને સાધારણ જનસમૂહથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org