________________
૪૬
દશવૈકાલિક સૂત્ર [૧૫] ગોચરી ગયેલ ભિક્ષુ ગૃહસ્થાના ઘરની બારીઓ કે ગવાક્ષ સામે,
દીવાલના સાંધાના વિભાગ સામે, બારણા સામે, બે ઘરની સંધીના વિભાગ સામે કે પાણી રાખવાના ભવન સામે વગેરે, એવાં એવાં શંકાનાં સ્થાને દૂરથી છોડી દે. ચાલતાં ચાલતાં તેવાં સ્થાન પર લક્ષ ન આપે.
નોંધ –આવાં સ્થાને જેવાથી કોઈને શંકા થાય કે આ કઈ ચેર જેવો લાગે છે. [૧૬] તેમજ રાજાઓ, ગૃહપતિઓ કે પોલીસનાં રહસ્ય (એકાંત
વાર્તાલાપ)નાં કે જે કલેશકર (ભય) સ્થાને છે તેને દૂરથી જ છોડી દે.
મેં--તેવાં સ્થાનનું નિરીક્ષણ કરવાથી પિતા પર કોઇને વહેમ ઉત્પન્ન થાય. [[૧] લેકનિષિદ્ધ કુળમાં પ્રવેશ ન કરે. વળી જે ગૃહપતિએ પિતે જ
નિષેધ કર્યો હોય કે “મારે ઘેર ન આવશો;” તેવા ગૃહે તથા જે કુળમાં જવાથી તે કુળના મનુષ્યને અપ્રીતિ થાય ત્યાં પણ પ્રવેશ ન કરે પણ જે કુળમાં પ્રેમભક્તિ હોય ત્યાં ભિક્ષુ ભિક્ષાર્થે
પ્રવેશ કરે. [૧૮] ગૃહસ્થને ઘેર ભિક્ષાર્થે ગયેલે મુનિ ઘરના માલિકની રજા વિના
કમાડને તથા બારણુ જેવા શણના કે વાંસના પડદાને ઉઘાડે કે હેલે નહિ.
નોંધબારણું બંધ કરી ગૃહસ્થો પોતાની રહસ્ય ક્રિયા કરતા હોય છે તેવી રીતે ઓચિંતા બારણું ખેલવાથી તેની લાગણી દુભાય કિંવા ક્રોધનું નિમિત્ત બની જવાય. છે. આવા દોષોની આપત્તિ નિવારવા માટે તેમ કરવું નહિ. કદાચ બારણું ખુલ્યું હોય તો પણ ઉપરનો વિવેક જાળવો ઉત્તમ છે, અને આ નિયમ એક સામાન્ય ગૃહસ્થને પણ આદરણુય છે. જે આવા નિયમનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org