________________
ધમર્થકામાધ્યયન
(મેક્ષના ઈછુકનું અધ્યયન)
સદુધર્મને આચરવાનું ફળ મોક્ષપ્રાપ્ત છે. કર્મબંધનથી સર્વથા મુક્ત થયા વિના કેઈ પણ જીવાત્માને સ્થિર, સત્ય અને અબાધિત સુખ પ્રાપ્ત થયું નથી, થતું નથી અને થશે નહિ. આ અનંતજ્ઞાની પુરુષને પ્રત્યક્ષ અનુભવ છે. .
આથી જ સુખના ઈચ્છુક સાધકે મોક્ષમાર્ગના સાધનભૂત સધર્મને જ આરાધવાનું પસંદ કરે છે. તે મોક્ષમાર્ગમાં સૌથી પ્રથમ પસંદગી સંપૂર્ણ ત્યાગની છે. તેની સાધના કરનાર વર્ગ સાધક કહેવાય છે. ત્યાગીના ત્યાગરૂપી ઈમારતના સ્તંભને જ આચાર કહેવાય છે.
એકદા એ મોક્ષમાર્ગના પ્રબળ ઉપાસક અને જૈન ધર્મના ઉદાર તને પચાવી શાન્તિસાગરમાં ઝીલનાર મહા તપસ્વી શ્રમણ પિતાના વિશાળ શિષ્યસમુદાય સમેત ગામની બહાર આવેલા એકાંત અરણ્યમાં પધાર્યા.
તેમના સતસંગને લાભ લેવા અનેક જિજ્ઞાસુઓ ગયા, અને તે ત્યાગી, શાંત, દાન્ત તથા ધીમાન ગણિવરને બહુ ભાવ ભર્યા વંદન નમસ્કાર કરી ત્યાગના આચાર-નિયમ સંબંધમાં અનેક પ્રશ્નો કર્યા. તેમના હૃદયનું જે સમાધાન કરવામાં આવ્યું તે જિત અધ્યયનમાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org