________________
૨૭
વેદધર્મમાં પણ ઋજિજ્ઞાસુની યાગ્યતાનાં ચાર લક્ષણ
બતાવ્યાં છેઃ—
विवेकीनो विरक्तस्य शमादिगुणशालिनः । मुमुक्षोरेव हि ब्रह्म जिज्ञासा योग्यता मता ॥ विवेक चूडामणि વિવેક, વૈરાગ્ય, શમાદિ ષટ્કપત્તિ અને મુમુક્ષુતા એ ચાર બ્રહ્મજિજ્ઞાસુનાં લક્ષણો છે. તેટલી યેાગ્યતા ઉત્પન્ન ન થાય ત્યાંસુધી તે સાધક પ્રભુપ્રાપ્તિને ચેાગ્ય થઈ શકતા નથી.
ઐાદ્ધધર્મ પણ ચાર આર્યસત્યાને બતાવી દુઃખ, સમુદ્ર, માર્ગ અને નિરોધ એ ચાર વસ્તુના વિવેકથી જે સ્મૃતિમાન થાય છે તેજ નિર્વાણને અધિકારી થાય છે તેમ સમજાવે છે.
આ રીતે એ ભારતના ત્રણ પ્રાચીન ધર્મનાં તત્ત્વા ભિન્નભિન્ન હોવા છતાં એકજ માર્ગ દિશાનાં સૂચક છે તેમ જોઇ આવાં ધર્મસમન્વય પ્રબોધક ધર્મક્તાને આ બુદ્ધિવાદ અને સર્વધર્મ સમન્વયના જમાનામાં સ્વીકારવા કયા જિજ્ઞાસુ તૈયાર ન હેાય ? આવૃત્તિ
દશવૈકાલિક સૂત્રની નીચે પ્રમાણે આવૃત્તિએ બહાર પડી છે. દશવૈકાલિક પર સૌથી પ્રાચીન શ્રીભદ્રબાહુ સ્વામીની, નિયુઍંકિત ત્યારબાદ હરિભદ્રસૂરિની ટીકા અને સમયસુંદરગણીની દીપિકા એમ આ ત્રણે ટીકાએ સુંદર, અને મમાન્ય છે અને ત્યારબાદ સુમતિસૂરિની લઘુટીકા અને પ્રાકૃત ણિ સંસ્કૃત અવસૂરિ તથા બાલાવબેધ ગુજરાતી ટીકા વગેરે ટીકા અનુક્રમે શ્રી તિલાકસૂરિ, શ્રી જ્ઞાન સાગર અને તેમના શિષ્ય રચેલી છે.
સંવત ૧૬૪૩ માં રાજહંસ મહેાપાધ્યાય કે જે ખાતરગચ્છના જિનરાજસૂરિના પ્રશિષ્ય હતા તેમણે ગુજરાતી ટીકા બનાવેલી.
ઇ. સ. ૧૮૯૨ માં Dr. Ernest Leuman (Journal of the German Oriental Society ) . લ્યુમેને દશવૈકાલિકની પ્રથમ આવૃત્તિ છપાવી. ત્યાર પહેલાં બધી આવૃત્તિઓ હસ્તલિખિત હતી. ત્યાર પછી ધણી આવૃત્તિઓ હિંદુસ્તાનમાં છપાઇ છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International