________________
૧૨
દશવૈકાલિક સૂત્ર [૧૧] જેમ તે પુરુષશ્રેષ્ઠ રથનેમિએ વિષયભોગથી મનને શીધ્ર હટાવી
લીધું તેમ વિચક્ષણ અને તત્વજ્ઞ પુરુષો પણ વિષય ભેગોથી નિવૃત્ત થઈ પરમ પુરુષાર્થ કરે.
નોંધ:–ચિત્તની ચંચલતા મર્કટ જેવી છે. મનનો વેગ વાયુ જેવો છે. સંયમમાં સતત જાગૃતિ અને વૈરાગ્ય એ બને તેની લગામો છે. લગામે શિથિલ થાય કે તુરતજ ચિંતનથી તેને સજજડ કરવી.
માનસિક ચિંતનની સાથે શારીરિક સંયમની પણ પ્રમાણ પુરતી આવશ્યકતા છે. તે વિવેક ભુલાવો ન જોઈએ.
શરીર, પ્રાણ અને મન એ ત્રણે પર કાબુ રાખવાથી ઈચ્છાઓને નિરોધ થાય છે અને શાંતિની ઉપાસના (સાધના) સિદ્ધ થતી રહે છે. જેમ જેમ રાગ અને દ્વેષને ક્રમશઃ ક્ષય થતો રહે છે તેમ તેમ આનંદનો સાક્ષાત્કાર થતો જાય છે.
એમ કહું છું.
એ પ્રમાણે શ્રમણ્યપૂર્વક નામનું બીજું અધ્યયન પૂર્ણ થયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org