________________
૩૩
ષડુ જીવનિકા કટકાથી, વૃક્ષની શાખાથી કે શાખાના કટકાથી, મોરપીંછથી કે મોરપીંછના હાથાથી, વસ્ત્રથી કે વસ્ત્રના છેડાથી, હાથથી કે મુખથી પિતાની કાયાને (ગરમીથી બચાવવા સારુ) કે બહારના (ઉષ્ણ) પુદ્ગળ (પદાર્થ)ને (ારવા માટે) ફૂંક મારવી નહિ કે વીંજણાથી વાયુ નાખવો નહિ, બીજા પાસે ફૂંક મરાવવી નહિ કે વીંજણાથી વાયુ નાખતે હેય તે તે ઠીક કરે છે એમ માનવું નહિ.
શિષ્ય કહ્યું –હે પૂજય! હું જીવનપર્યંત મનથી, વચનથી કે કાયાથી તેવું કરીશ નહિ, કરાવીશ નહિ તેમજ અનુમોદન પણ આપીશ નહિ. પૂર્વકાળે પણ તત સંબંધી જે કંઈ પાપ થયું હોય તેનાથી હું નિવૃત્ત થાઉં છું, તે પાપને આત્મસાક્ષીએ હું નિંદું છું, આપની પાસે તે પાપની અવગણના કરું છું અને હવેથી તેવા પાપકારી કર્મથી મારા આત્માને અળગે કરું છું. તે ૧૦ |
ગુએ કહ્યું –સંયમી, પાપથી વિરત, અને તેવાં પાપકર્મ બાંધવાના પ્રત્યાખ્યાન લેનાર ભિક્ષુ છે કે સાધ્વી છે તેણે દિવસે કે રાત્રે, એકાકી કે પરિષદમાં, સૂતાં કે જાગતાં કદી પણ બીજ પર કિંવા બીજ પર રહેલી વસ્તુઓ પર અંકૂરા ઉપર કે અંકૂરા પર રહેલી વસ્તુઓ ઉપર, ઉગેલા ગુચ્છો પર કે ઉગેલા ગુચ્છ પર રહેલી વસ્તુઓ ઉપર, છેદેલી સજીવ વનસ્પતિ પર અથવા તેના પર રહેલી વસ્તુઓ પર અથવા જીવડાની ઉત્પત્તિ થાય તેવા કાષ્ટ ઉપર ન જવું, ન ઉભા રહેવું, ન બેસવું કે ન પાસાં ફેરવવા (સૂવું). તેમજ બીજા કોઈને તેના પર ચલાવવા નહિ, ઉભા રાખવા નહિ, બેસાડવા નહિ કે સુવાડવા નહિ. વળી જે કોઈ તેના પર ચાલતો હોય, ઉભો રહેતે હાય બેસતો હોય કે સૂતે હોય તે તે ઠીક કરે છે તેમ પણ માનવું નહિ.
શિષ્ય કહ્યું –હે પૂજ્ય ! હું જીવનપર્યત મનથી, વચનથી કે કાયાથી તેવું કરીશ નહિ, કરાવીશ નહિ તેમજ અનુમોદન પણ આપીશ નહિ. પૂર્વ કાળે પણ તત સંબંધી જે કંઈ પાપ થયું હોય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org