________________
દશવૈકાલિક સૂત્ર
શિષ્યે કહ્યુંઃ હે પૂજ્ય ! હું જીવનપર્યંત ત્રણ કરણ અને ત્રણ ચેાગે કરી અર્થાત્ મન, વચન અને કાયા દ્વારા મૈથુન નહિ સેવું, જા પાસે મૈથુનસેવન નહિ કરાવું કે મૈથુન સેવનારાને અનુમેાદન પશુ નહિ આપું. તેમજ પૂર્વકાળે તત્સંબંધી જે કંઈ પાપ થયું હાય તેનાથી હું નિવૃત્ત થાઉં છું, આપની પાસે તે પાપની અવગણના કરું છું અને હવેથી તેવા પાપકારી કર્માંથી મારા આત્માને અળગા કરું છું.
॥ ૪ ॥
૨૮
નોંધઃ--સાધ્વીજાતિને તથા સાધુજાતિને બન્નેને ઉપરનાં પ્રત્યાખ્યાન પેાતાની જાતિ પ્રમાણે લેવાનાં અને પાળવાના હાય છે.
શિષ્યે કહ્યું: હું ભગવન્ ! હવે પાંચમા મહાવ્રતમાં શું કરવાનું છે ?
ગુરુએ કહ્યું:—પાંચમા મહાત્રતમાં પરિગ્રહ (પદાર્થોં પરની આસક્તિ)થી વિરમવાનું છે.
શિષ્યે કહ્યું:--હું પૂજ્ય ! હું સર્વથા પરિગ્રહને પરિહરું (ત્યા૩) છું.
ગુરુએ કહ્યું:“તે થાડું હા કે બહુ હૈ। (થાડા મૂલ્યવાળું તથા ભારથી પણ હલકું તેવું કાડી વગેરે તથા વજનમાં ભારી અને મૂલ્યમાં હલકું તેવું કાષ્ટાદિ દ્રવ્ય), નાનું હા કે મોટું હા (ભાર થાડા અને મૂલ્ય ઘણું તે હીરા, રત્ન વગેરે તથા ભાર વધુ અને મૂલ્ય પણ ઘણું તે હાથી વગેરે) સચિત્ત (શિષ્ય વગેરે) ડા કે અચિત્ત (બીજાં દ્રવ્ય) હા તેમાંની કાઇ પણ વસ્તુના પરિગ્રહ કરવા નહિં, ખીજા પાસે પરિગ્રહ કરાવવા નહિ અને પરિગ્રહ કરનારાને અનુમેાદન પણ આવું નિહ.
નોંધ:—પરિગ્રહમાં સચેત ગણાવવાનું કારણ એ છે કે પરિગ્રહના ત્યાગી મુનિએ શિષ્યાદિને તેના વાલીની રજા વગર સાથે રાખી શકે નહિ અને તેવી પ્રવૃત્તિ કરે તે તેથી પરિગ્રહ નામનું પાંચમું મહાવ્રત ખંડિત થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org