________________
ષડૂ જવનિકા
૨૫ એ સી જીવો સુખનાજ અભિલાષી છે. માટે એ છએ જીવનિકાયો પિકી કોઈ પર સ્વયં (તે) દંડ આરંભવો નહિ (હિંસા કરવી નહિ), બીજા પાસે દંડ આરંભાવ નહિ (વાત કરાવવી નહિ), તેમજ જે કોઈ બીજા માણસો દંડ આરંભતાં હિંસા કરતાં) હેય તેને અનુમોદન સુદ્ધાં આપવું નહિ.
ઉપરની પ્રતિજ્ઞા ગુરુદેવે કહી ત્યારે શિષ્ય કહે છે કે હે ભગવન! હું પણુ જીવનપર્યત મન, વચન અને કાયા એ ત્રણ વેગથી હિંસા નહિ કરું, નહિ કરાવું કે બીજા કરતા હોય તેને અનુમોદન પણ નહિ આપું.
અને હે ભદંત ! પૂર્વ કાળમાં થયેલા પાપથી હું નિવૃત્ત થાઉં છું. મારા આત્માની સાક્ષીએ તે પાપને નિંદુ છું. આપની સાક્ષીએ તે પાપની અવગણના કરું છું અને હવે તેવા પાપકારી કર્મથી મારા આત્માને સર્વથા અળગો કરું છું. હવે ઉપરના છ કાય જીવોની રક્ષા માટે પાંચ મહાવ્રતની
વિગત કહે છે:--
શિષ્ય કહ્યું–હે પૂજ્ય ! પહેલા મહાવ્રતમાં શું કરવાનું હોય છે?
ગુરુદેવે કહ્યું –પહેલા મહાવ્રતમાં જીવની હિંસાથી (પ્રાણુતિપાતથી) વિરમવાનું હોય છે.
અહે ભગવન ! હું સર્વપ્રકારે પ્રાણાતિપાતનાં પ્રત્યાખ્યાન કરું છું.
ગુરુએ કહ્યું –તે પ્રાણીઓ ચાર પ્રકારનાં છે –(૧) સુક્ષ્મ (નાના શરીરવાળા છો) તથા (૨) બાદર (મોટા શરીરવાળા છો) તેમજ (૩) ત્રસ (હાલતા ચાલતા) તથા (૪) સ્થાવર (પૃથ્વીથી માંડીને વનસ્પતિ સુધીના) છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org