________________
ક્ષુલ્લકાચાર
૧૯
નોંધ:-જીવનપર્યંત પેાતાના નિમિત્તે કાઇને દુઃખ ન થાય તેવી જાગૃત વૃત્તિથી જીવવું અને સાધના કર્યે જવી એ શ્રમણધનું શુદ્ધ ધ્યેય છે.
તે ધ્યેય નિભાવવા સારું અપરિગ્રહ મુદ્ધિ, આહાર શુદ્ધિ, ગૃહસ્થજીવનની આસક્તિમાંથી નિજ સાધુતાનું સંરક્ષણ, ભેાજનમાં પરિમિતતા અને રસાસક્તિને ત્યાગઃ આ બધા કાયિક સંયમના નિયમે છે. જેવી રીતે માનસિક અને વાચિક સચમ આવશ્યક છે તેજ રીતે કાચિક સચમની પણ અપેક્ષા છે. કારણ કે કાયિક સ`ચમ એ માનસિક અને વાચિક સચમની ઇમારતને પાયેા છે. તે મજબૂત રહે તેમાં સાધુતાના સ્થાનની સુરક્ષા છે, અને સાધુજીવન જેટલું સ્વાવલંબી અને નિઃસ્વાર્થી અને તેટલું જ તે ગૃહસ્થજીવનને ઉપકારક છે.
એમ કહું છું.
એ પ્રમાણે ક્ષુલ્લકાચાર સંબધી ત્રીજું અધ્યયન સમાપ્ત થયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org