________________
દુમ પુષ્પિકા હોય તેમાં કશું જ આશ્ચર્ય નથી. અર્થાત કે તેવા ધર્મિષનું વાતાવરણ જ એટલું સુંદર હોય છે કે ત્યાં દેવો પણ સહેજે નમી પડે છે. [૨] જેમ ભમરો વૃક્ષોનાં ફૂલોમાંથી મધ ચૂસે છે (રસ પીએ છે)
ત્યારે તે ફૂલોને ઈજા પહોંચાડ્યા વિના પણ પિતાની જાતને
પિષી શકે છે, [૩] તેમ સંસારના રાગબંધનથી (ગ્રંથીથી) રહિત એવા પવિત્ર
સાધુઓ આ વિશ્વમાં વસે છે, કે જેઓ સ્કૂલમાં ભમરાની માફક આ સંસારમાં માત્ર પિતાની ઉપયોગી સામગ્રી (વસ્ત્રપાત્રાદિ) તથા શુદ્ધ-નિર્દોષ ભિક્ષા (અન્નપાન) અને તે પણ ગૃહસ્થ આપેલી તે મેળવીને સંતુષ્ટ રહે છે.
નોંધઃ-બીજાને પીડા ન આપવી તે અહિંસા. પરને પીડા ન ઉપજે તેવી રીતે બહુ ઘેડામાં જીવનનિર્વાહ કરી લેવો તે સંયમ અને તેમ કરવા જતાં પોતાની ઇચ્છાને નિધિ થાય તે તપ. આવી રીતે સાધક જીવનમાં સ્વાભાવિક ધર્મનું વ્યવહારિક અને નિશ્ચય એમ બને દ્રષ્ટિએ પાલન સ્વર્ય થતું રહે છે. ભ્રમર અને સાધુ એ બન્નેમાં ભિક્ષુની વિશેષતા એ છે કે ભમરે તો વૃક્ષનું પુષ્પ છે કે ન છે તો પણ તેમાંથી રસને ચૂસે છે પરંતુ ભિક્ષુએ તો ગૃહસ્થ પોતાનામાંથી રાજીખુશીથી આપે તેજ
[૪] તે ધર્મિષ્ઠ શ્રમણ સાધકો કહે છે કે “ અમે અમારી ભિક્ષા તેવી
રીતે મેળવીશું કે જે ભિક્ષાદ્વારા કોઈ પણ દાતારને દુઃખ ન થાય અથવા અમે એવું જીવન ગાળીશું કે જે જીવનમાં કોઈ પણ પ્રાણી જાતને અમારા નિમિત્તે હાનિ ન પહોંચે.” વળી ભમરાઓ જેમ અકસ્માત પ્રાપ્ત થયેલાં ફૂલો પર બેસી જાય છે, તેમ તેવા શ્રમણવર અપરિચિત ઘરમાં (પોતાના નિમિત્તે જ્યાં ભોજન ન થયું હોય તેવા ઘરમાં (ભિક્ષાર્થે) જ ગમન કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org