________________
શ્રામણયપૂર્વક
( સાધુત્વ સૂચક)
ઈચછા આકાશ જેવી અનંત છે. એટલે આખા વિશ્વના પદાર્થો ભલે ને હે! તેમ છતાં તે પરિમિત જ છે. તેથી ઈચ્છાની અનંતતા તેમાં કયાંથી સમાય! ઈચ્છાને પાર સંસારની વસ્તુઓમાં કયાંથી પમાય !
તેથીજ જ્યાં ઈચ્છા, તૃષ્ણ કે વાસના છે ત્યાં અતૃપ્ત શેક અને ખેદ છે. જ્યાં ખેદ છે ત્યાં જ વિકલ્પ છે અને વિક છે ત્યાં શમતા નથી તેથી શમરસના પિપાસુ સાધુએ બાહ્ય ઈચ્છાએનેજ તિલાંજલિ આપી દેવી ઘટે. અને જ્યાં અનંતતા છે એવા આત્મસ્વરૂપમાં જ તેને જોડી દેવી જોઈએ. તે જ સાચું કામ છે.
ગુસદેવ બોલ્યા:[૧] જે વિષયવાસના કિવા દુષ્ટ ઇચછાઓને નિવારી શકે નહિ તે
સાધુ, સાધુતા કેમ પાળી શકે ? અને તેવી ઇચ્છાઓને આધીન થયેલો તે પગલે પગલે ખેદ પામીને સંકલ્પ વિકલ્પોને વશ થાય.
નોંધ-વાસના એજ અનર્થનું મૂળ છે. તેનો વેગ ન દબાવાય તે સાધુધર્મને લેપ થાય. વિકલ્પોની વૃદ્ધિ થવાથી મન ફેલાયમાન થાય અને ચિત્તની ચંચળતા ડગલે ને પગલે ખેદ ઉત્પન્ન કરી ઉત્તમ યોગીને પણ પતિત કરી દે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org