________________
પ્રસ્તાવના
- દશવૈકાલિકસૂત્ર એ જૈન આગમમાં મૂળસૂત્ર તરીકે ઓળખાય છે. આગમ સાહિત્યના (એમૂડ અને ધંસ્થા ને માન્ય ગણાતા) અંગ, ઉપાંગ, મૂળ અને છેદ એમ ચાર વિભાગો છે. તેની સંખ્યા a૧ અને એક આવશ્યક સૂત્ર મળી કુલ્લે ૩૨ સૂત્રો સર્વમાન્ય છે. તે પૈકી મૂળના વિભાગમાં દશવૈકાલિકનો સમાવેશ થાય છે.
આચારાંગ, સૂયગડાંગ આદિ બાર સૂત્રોની ગણના અંગવિભાગમાં થાય છે. પરંતુ તેમાંનું દ્રષ્ટિવાદ નામનું એક સમૃદ્ધ અને સુંદર અંગસૂત્ર હાલ આપણી પાસે ઉપલબ્ધ નથી તેથી અગિયારજ અંગો ગણાય છે, ઉવવાઈ, રાયપણી ઇત્યાદિની ગણના ઉપાંગમાં; ઉત્તરાધ્યયન, દશવૈકાલિક વગેરેની ગણના મૂળમાં અને વ્યવહાર બૃહતક૫ વગેરેની ગણના સૂત્રોમાં થાય છે.
અંગ અને ઉપાંગોમાં જેનધર્મના મૂળભૂત સિદ્ધાંતે સિવાય વિશ્વનાં આવશ્યક તો જેવાંકે જીવ(આત્મા), અજીવ(કર્મ) અને તેના કાર્યકારણની પરંપરા તથા કર્મબંધનથી મુક્ત થવાના ઉપાયો પણ દર્શાવ્યા છે. મૂળસૂત્રામાં સારસાર તત્વોનું વર્ણન તથા સંયમી જીવનના યમનિયમો અને તેને લગતે ઉપદેશ વિશેષ અંશે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org