Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
રથનેમીય
પપ૧
અધ્યયન-૨૨ : ટિ. ૧૫-૧૬
અંધકવૃષ્ટિના પુત્રો હતા.'
જુઓ–શ્લોક ટનું ટિપ્પણ. ૧૫. (શ્લોક ૧૪-૨૨)
ઉત્તરાધ્યયન અનુસાર અરિષ્ટનેમિએ વાડાઓમાં બાંધેલાં પ્રાણીઓને જોયા, તેમની બાબતમાં સારથિને પૂછ્યું. સારથિએ કહ્યું- આ બધા આપના વિવાહપ્રસંગના ભોજન માટે છે.” અરિષ્ટનેમિને આ વસ્તુ પોતાને માટે ઉચિત ન લાગી. તેમણે પોતાના બધા આભરણો ઉતારીને સારથિને આપી દીધા અને તેઓ અભિનિષ્ક્રમણ માટે તૈયાર થઈ ગયા.
પેલા પ્રાણીઓ ક્યાં બાંધેલાં હતાં અને કોણે બાંધેલાં હતાં? મૂળ આગમમાં આની કોઈ ચર્ચા નથી. સુખબોધા અનુસાર તે ઉગ્રસેન દ્વારા વિવાહ-મંડપની આજુ-બાજુમાં જ વાડામાં બાંધેલાં હતાં.
ઉત્તરપુરાણમાં આનાથી જુદી કલ્પના છે. તે પ્રમાણે શ્રી કૃષ્ણ અરિષ્ટનેમિને વિરક્ત કરવા માટે વાડામાં હરણો એકઠાં કરાવ્યાં હતાં. શ્રીકૃષ્ણ વિચાર્યું–નેમિકુમાર વૈરાગ્યનું કંઈક કારણ મળતાં ભોગોથી વિરક્ત બની જશે. આમ વિચારી તેઓ વૈરાગ્યનું કારણ શોધવાનો પ્રયત્ન કરવા લાગ્યા. તેમની સમજમાં એક ઉપાય આવ્યો. તેમણે મોટામોટા શિકારીઓ પાસે પકડાવીને અનેક મૃગોનો સમૂહ મંગાવ્યો અને તેને એક જગ્યા ઉપર એકઠો કરી તેની ચારે બાજુ વાડ બંધાવી દીધી તથા ત્યાંના જે રક્ષક નિયુક્ત કર્યા હતા તેમને કહી દીધું કે જો ભગવાન નેમિનાથ દિશાઓનું અવલોકન કરવા માટે આવે અને આ મૃગોના વિષયમાં પૂછે તો તેમને ચોખેચોખ્ખું કહી દેવું કે આપના વિવાહમાં મારવા માટે ચક્રવર્તીએ આ મૃગોનો સમૂહ મંગાવ્યો છે.
એક દિવસ નેમિકુમાર ચિત્રા નામની પાલખી પર સવાર થઈ દિશાઓનું અવલોકન કરવા નીકળ્યા. ત્યાં તેમણે ઘોર કરુણ સ્વરે પોકારતા, આમ-તેમ દોડતાં, તરસ્યા, રાંક નજરથી જોતા અને ભયથી વ્યાકુળ મૃગોને જોઈ કરુણાવશ ત્યાંના રક્ષકોને પૂછયું કે આ પશુઓનો આટલો મોટો સમૂહ અહીં એક જગ્યાએ શા માટે એકઠો કરાયો છે ? ઉત્તરમાં રક્ષકોએ કહ્યું- હે દેવ ! આપના વિવાહોત્સવમાં વ્યય કરવા માટે મહારાજ શ્રીકૃષ્ણ તેમને એકઠાં કરેલ છે.” આ સાંભળતાં જ ભગવાન નેમિનાથ વિચાર કરવા લાગ્યા કે આ પશુઓ જંગલમાં રહે છે, તણ ખાય છે અને ક્યારેય કોઈનો કોઈ અપરાધ કરતા નથી છતાં પણ લોકો તેમને પોતાના ભોગ માટે પીડા પહોંચાડે છે. આવો વિચાર કરી તેઓ વિરક્ત બન્યા અને પાછા વળી પોતાના ઘરે આવ્યા. રત્નત્રય પ્રગટ થવાથી તે જ સમયે લોકાંતિક દેવોએ આવીને તેમને સમજાવ્યા. પોતાના પૂર્વભવોનું સ્મરણ કરી તેઓ ભયથી કંપી ઉઠ્યા. તે જ સમયે તેમણે આવી દીક્ષા કલ્યાણનો ઉત્સવ કર્યો.
પરંતુ આની અપેક્ષાએ ઉત્તરાધ્યયનનું વિવરણ અધિક હૃદયસ્પર્શી છે. ૧૬. મરણાસન્ન દશાને પ્રાપ્ત (ગોવિયંત તુ સંપત્તેિ)
નીવિયંત તું સંપન્ન –અહીં નિકટ ભવિષ્યમાં માર્યા જનાર અથવા જીવનની અંતિમ દશામાં રહેલાં પ્રાણીઓને ‘મૃત્યુ-સંપ્રાપ્ત’ કહેલ છે.*
૧.
છે
જ
ઉત્તરપુરા ૭૦ ૨૨-૧૪ तदा कुशार्थविषये, तद्वंशाम्बरभास्वतः । अवार्यनिजशौर्येण, निर्जिताशेषविद्विषाः । ख्यातशौर्यपुराधीश-सूरसेनमहीपतेः ॥ सुतस्य शूरवीरस्य, धारिण्याश्च तनुद्भवौ । विख्यातोऽन्धकवृष्टिश्च, पतिवृष्टिर्नरादिवाक्॥
सुखबोधा, पत्र २७९ । ઉત્તરપુરા, ૭૨ ૨૫૨-૨૬૮ बृहवृत्ति, पत्र ४९० : जीवितस्यान्तो-जीवितान्तो मरणमित्यर्थस्त्रं संप्राप्तानिव संप्राप्तान, अतिप्रत्यासन्नत्वात्तस्य, यद्वा जीवितस्यान्तः-पर्यन्तवर्ती भागस्तymહેતો: સંપ્રાણાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org