Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 02
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
કારણ ગુપ્ત રાખે છે. એટલે એ બોલી કે-હે પ્રાણનાથ ! એ તો બચ્ચાં હોય એને આમ છેતરી શકાય ! હું કાંઈ નાનું બાળક નથી કે મને આમ ઊડાવો છે ! જો તમે મારી સમક્ષ એ ખુલ્લેખુલ્લું નહીં કહો તો હું જરૂર પ્રાણત્યાગ કરીશ. કારણકે અપમાન કરતાં મૃત્યુ સારું. રાજાએ કહ્યું-હે હરિણાક્ષી ! તું પ્રાણ ત્યજીશ કે નહીં-એ તો કોણ જાણે; પણ સાચું પુછાવતી હો તો હું તો કહું છું કે એ હાસ્યનું કારણ જો હું પ્રકટ કરું તો મારા તો તત્ક્ષણ પ્રાણ જાય એમ છે. કારણકે ધોબીનો ગર્દભ ધોબીનેય લાત મારીને જતો રહે છે એ તું ક્યાં નથી જાણતી ? આમ સમજાવતાં છતાં રાણી તો પોતાનો દુરાગ્રહ ન ત્યજ્યાં અને કહેવા લાગી-તમે મને આવું જૂઠું જૂઠું કહીને શા માટે છેતરો છો ? જો બોલવાથી જ માણસો મૃત્યુ પામતા હોય તો આ સકળ પૃથ્વી નિર્મનુષ્ય જ થઈ જાય !
આવી દુરાગ્રહી સ્ત્રીના પ્રેમપાશને આધીન હોઈને રાજાએ તો છેવટે સેવકો પાસે ચિતા તૈયાર કરાવી; હાથણીના સ્પર્શને વિષે મોહિત થયેલો હાથી ખાઈમાં પડવાને તૈયાર થાય તેમ. પછી, “ચાલ, દેવિ ! તને મારા હાસ્યનું કારણ કહું.” એમ કહી રાણીને લઈ ચિતા પાસે જવા નીકળ્યો. ધિક્કાર છે એને કે પોતે એક ચક્રવર્તી રાજા છતાં આમ મૂર્ખ બને છે ! નગરવાસી લોકો પણ ચકલે ચૌટે ભેગા થઈ પરસ્પર કહેવા લાગ્યા કેશું આપણા રાજા પાસે કોઈ યોગ્ય રાજપુરુષ કે અન્ય કોઈ હિતૈષી છે કે નહીં ? જો હોય તો તો એક ખીલી જેવા ક્ષુદ્ર કાર્યને અર્થે ચૈત્ય-મંદિર સમાન મહાન નૃપતિના દેહની ઉપેક્ષા કેમ હોય ? અથવા તો નિશ્ચયે હવે એનું રાજ્ય સધ ડુબી જવા બેઠું છે !
એવામાં વાત એમ બની કે એક અજ અને અજા રસ્તે થઈને જતા હતા તેમાંથી અજાએ પોતાના સ્વામી અજને કહ્યું-હે નાથ ! આ રાજાના લાખો અશ્વો જે યવનું ભોજન કરે છે એ યવના ચારાની મને ઈચ્છા થઈ છે તો એમાંથી મારે માટે થોડા લઈ આવો. અજ એટલે બકરાને ઉત્તર આપ્યો-હે પ્રિયા ! એ યવપર કોને રૂચિ ન થાય ? સૌને રૂચિ થાય. પણ તું અણસમજુ છો. એ કામ તો કળાબાજ પુરુષોનું છે. અશ્વો યવ ખાય છે અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ છઠ્ઠ)
૧૩