________________
પ્રત્યુત્તરમાં કાંટે કહ્યું: “If I owned the whole world, I would give you one-half, if you could answer that question for me” “જે હું આખી દુનિયાને સ્વામી (ઉં, અને તમે “હું કોણ છું ? એ પ્રશ્નને પ્રત્યુત્તર આપી શકે તે અધું રાજ્ય હું તમને બક્ષિસ આપું.
આપણામાં રહેલે આ “હું” કેણ છે? શું આ “હું” બ્રમણમાત્ર છે? કે અનંતશક્તિને પરમ પુજ છે? શું સારું જીવન આ “હું” ને જાણ્યા વિના, સમજ્યા વિના, નિરર્થક વહી જશે ?
જીવન શું છે? આ જન્મ અને મૃત્યુ શા માટે છે?
શું આત્માનું અસ્તિત્વ છે? મૃત્યુ પછી શું કઈ સૂક્ષ્મ તવ રહી જાય છે? શું પુનર્જન્મ છે?
નૈતિકતાનું મૂલ્ય કે ધર્મની વિચારણા ઉપરના પ્રશ્નોનું સમાધાન થયા પછી વાસ્તવિક રીતે સાર્થક બને છે.
જે નવી પેઢીને ધર્માભિમુખ બનાવવી હશે તે આ પ્રશ્નોના સંતોષકારક પ્રત્યુત્તર આપવા પડશે. આધ્યાત્મિક મૂલ્યમાં જેમને શ્રદ્ધા છે તેમની શ્રદ્ધા દઢ કરવા માટે પણ આવાં સમાધાન સહાયક થશે.
જે આત્મા છે, આત્મા કર્મ કર્તા અને ભક્તા છે તથા આત્માને પુનર્જન્મ છે, તે જ પ્રાપ્ત થયેલું જીવન કઈ રીતે સાર્થક કરવું આ પ્રશ્ન જાગે છે. જીવનને સાર્થક કરવાની કલાનું મહત્વ સમજાય છે. ધર્મ માનવજીવનને સાર્થક કરવાની શ્રેષ્ઠ કલા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com