________________
૨૫
ઊંચું મૂકવામાં આવે. જે પાત્ર હોય તે એકાગ્રતાથી ધ્યાન કેન્દ્રિત કરે અને આ ચિત્રની વીગતા કહી આપે.
સ્વાદની લાગણીને વિનિમય થઈ શકે કે નહિ તે માટેના પ્રયોગો થઈ રહ્યા છે.
એક જુદા ઓરડામાં ૩૨ ભિન્ન ભિન્ન રવાદવાળી વસ્તુ રાખવામાં આવી. આપરેટર એક વસ્તુ ચાખીને આવે. પાત્ર પરેટરના હાથના સ્પર્શ કરે, મન કેન્દ્રિત કરે અને સ્વાદ કહી આપે. ૩ર કસોટીમાંથી ઘણામાં સફળતા મળી,
શારીરિક દુઃખની વેદના ટેલીપથીથી જાણી શકાય કે નહિ તે માટે વીસ પ્રયોગો કરવામાં આવ્યા. પાત્ર Subjectની આંખે પાટા બાંધ્યા હતા. પાત્રની પીઠ પાછળ ત્રણ એજન્ટો હતા. આ એજન્ટના શરીરના ચાક્કસ ભાગમાં ટાંકણી ભાંકવાથી શું થાય, ચૂંટી ભરવી, વાળ ખેંચવાથી તે વ્યકિતના શરીરના કયા ભાગમાં શું થયુ તે આંખે પાટા બાંધેલું પાત્ર વિચાર વિનિમયથી કહી શકે. આવા પ્રયોગોમાં વીસમાંથી સેાળ પ્રયાગ સફળ થયા.
સાયકોલોજિકલ રીસર્ચ સાસાયટીએ પ્રસિદ્ધ કરેલા Phantasms of the Living ગ્રંથમાં ટેલીપથીના આવા ઘણા પ્રયાગો વિસ્તારથી વર્ણવ્યા છે.
મૃત્યુ પામતાં મનુષ્યો કે સખત તકલીફમાં પડેલાં મનુષ્યા પોતાના વિચારો કોઈ સ્વજનને, સહૃદયી મિત્રને, પ્રેમીને દૂરથી મોકલવાના અનેક પ્રસંગો બને છે.
ટેલીપથીનાં કારણેા હજી વિજ્ઞાન સમજી શકયુ નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com