________________
પ૯
ઊગમ સમજવો હોય તે આપણે ભારત પાસે જવું જોઈએ જ્યાં સર્વથી પ્રાચીન સાહિત્ય સંઘરાયેલું છે.
માનસ વિશ્લેષણના પ્રસિદ્ધ ચિંતક ડો. હર્બર્ટ ફીન્ગારેટ તેમના વિખ્યાત ગ્રંથ Self in Transformation માં કર્મ અને પુનર્જન્મની ઉપયેગીતા અહીં અને આજે માનસિક જીવનમાં શું છે તે સંબંધી ૭૦ પાનાં રેકે છે. - તેઓ જણાવે છે, પૂર્વની દૃષ્ટિ અનેક જન્મની પરંપરામાં ધીમી પણ પુરુષાર્થભરી મથામણ વડે આધ્યાત્મિક પ્રકાશ પ્રાપ્ત કરવાની છે. જ્યારે પશ્ચિમની સ્થળ પગલિક દષ્ટિ વિરાટ વિશ્વમાં અર્થવિહીન અસ્તિત્વ જે શૂન્યમાંથી જન્મે છે, શૂન્યમાં પરિણમે છે એટલી જ છે. (of a cosmically meaningless life, beginning and ending in nothingness.)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com