________________
વડે જે ચિરંતન સત્યનો સાક્ષાત્કાર કર્યો એના પ્રકાશકો વિશ્વમાં સર્વત્ર ફેલાયા. આત્મસિદ્ધિ દ્વારા આત્મ ઉત્થાનના સમુજજવલ માર્ગમાં ભારત સદાય મોખરે રહ્યું છે.
અહીં આધ્યાત્મિક ચિંતનને સમ્યક આચરણમાં ઉતારી અનુભૂતિ પ્રાપ્ત કરવાનું સત્ય શોધકોનું લક્ષ્ય રહ્યું છે. ભારતીય ઈતિહાસ અને વેરવિખેર આધ્યાત્મ સાહિત્યના છેડા અંશે તેની સાક્ષી પૂરે છે. આધ્યાત્મિક ઉત્કાંતિ વડે ભારતે જગતને માર્ગદર્શન આપ્યું છે.
મેકસ મુલરે આપેલા કેમ્બ્રીજ યુનિવર્સિટીના ભાષણમાં “ભારતઃ આપણે તેની પાસેથી શું શીખી શકીએ?”માં કહે છે,
જે મને પૂછવામાં આવે કે માનવ વિચારધારા કયા દેશમાં શ્રેષ્ઠ વિકાસ પામી હતી, જીવનના ગંભીર પ્રશ્નોનું સર્વોત્તમ ચિંતન કયાં થયું હતું? અને તેને ઉકેલ સુંદર રીતે તેણે બતાવ્યું હતો? તે હું કહીશ કે આપણે જે પ્લેટો અને કાંટનું અધ્યયન કરીએ છીએ તેમને ભારત પાસેથી ઘણું શીખવાનું છે.
જે આપણા આંતરિક જીવનને પૂર્ણ બનાવવું હોય, વિશ્વવ્યાપી બનાવવું હોય, માત્ર આ જીવન માટેનહિ શાશ્વત જીવન માટે માર્ગદર્શન મેળવવું હોય તે હું ભારત પ્રત્યે અંગુલી નિર્દેશ કરું.” | સુવિખ્યાત ચિંતક થેરે કહે છે, “ભારતીય શાસ્ત્રો વાંચીને મેં એવું અનુભવ્યું છે કે જાણે વિશ્વવ્યાપી પવિત્ર પ્રકાશનો પુંજ મારા ઉપર વેરા હેય !”
એમ. વિન્ટરનીટઝ કહે છે, “જે પશ્ચિમની સંસ્કૃતિને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com