________________
સંશયકર્તા એ જીવ જ છે. વળી, આ પ્રકારે અહં–પ્રત્યયથી આત્મા તને પ્રત્યક્ષ છે જ તે પછી હું છું કે નહિ એવા સંશયને અવકાશ જ નથી. ઊલટું ‘હું છું જ એ આત્મા વિશેનો નિશ્ચય જ થવો જોઈએ અને છતાં પણ જો તને આત્મા વિશે સંશય જ રહેતું હોય તે પછી અહં–પ્રત્યય કેને થશે?
વળી, જે સંશય કરનાર કેઈ ન હોય તે “હું છું કે નથી? એવો સંશય કોને થશે? સંશય એ વિજ્ઞાનરૂપ છે. અને વિજ્ઞાન એ ગુણ છે. ગુણ ગુણ વિના સંભવે નહિ. માટે સંશય રૂ૫ વિજ્ઞાનને કઈ ગુણી માનવ જ જોઈએ. જે સંશયને ગુણ આધાર છે તે જ જીવ છે. - ઇન્દ્રભૂતિ - જીવને બદલે દેહને જ ગુણ માનીએ, કારણ કે દેડમાં જ સંશય ઊઠે છે.
ભગવાન – દેહ એ મૂર્ત છે અને જડ છે, જ્યારે જ્ઞાન એ તે અમૂર્ત અને બેધરૂપ છે. આ પ્રકારે એ બન્ને વિલક્ષણ છે. તેથી તે બન્નેને ગુણગુણુભાવ ઘટી શકે નહિ. આથી દેહને સંશયને ગુણ માની શકાય નહિ.
વળી, જેને સ્વરૂપમાં જ સંદેહ હેય-પિતાના જ વિશે સંદેહ હોય તેને તે આખા વિશ્વમાં કશું જ અસંદિગ્ધ કેમ બને? તેને તે બધે જ સંશય થાય.
ગુણેના પ્રત્યક્ષાથી આત્માનું પ્રત્યક્ષ ઇન્દ્રભૂતિ “આત્મા પ્રત્યક્ષ છે. આ વાતને અનુમાનથી સિદ્ધ કરે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com