________________
૧૨૫
મનુષ્ય સ્વાર્થ પરાયણતા
પછી મારા વિચાર પૃથ્વી પરના દૈનિક જીવન તરફ વળ્યા. એની સાથે જ મારી આશ્ચર્યની લાગણી ધીરે ધીરે લગભગ પીડામાં બદલાઈ ગઈ મને સમજાયું કે એ ક્ષણે મનુષ્ય લડાઈ લડી રહ્યા છે; ખૂન અને અન્ય ગુના કરી રહ્યા છે, સત્તા તેમ જ પદને માટે સંઘર્ષ કરી રહ્યા છે, જૂઠું બેલી રહ્યા છે, છેતરપિંડી કરી રહ્યા છે, પાણી અને હવાને ગંદા કરી વાતાવરણને દૂષિત કરી રહ્યા છે, પ્રાકૃતિક સાધન સ્ત્રોત વેડફી રહ્યા છે અને ધરતીને વેરાન કરી રહ્યા છે, તેમના કર્મો વિષયાસક્તિ અને લાલસાને વશ વસ્તી છે; અસહિષ્ણુતા, મતાંધતા, પૂર્વગ્રહો તથા માણસને માણસ પ્રતિ અમાનવીય બનાવતા બીજા બધા જ દોષ વડે એક બીજાને કલેશ પહોંચાડી રહ્યા છે.
એ પણ દુઃખદાયક રીતે સ્પષ્ટ થયું કે લાખ કરડે લેકેનું, ગરીબી, બીમારી, દુઃખ દૈન્ય, ભય અને લગભગ ગુલામીની હાલત જોગવવાનું બહુ મોટું કારણ છે–આથિક શેષણ, રાજકીય હકુમત, ધાર્બિક તથા જાતિય અત્યાચાર, અને બીજા સેંકડો રાક્ષસ, જે મનુષ્યના અહંકારમાંથી ઊપજે છે. ટેકનોલોજીના સઘળા ચમત્કારે છતાં વિજ્ઞાન મનુષ્યની સ્વાર્થપરાયણતામાંથી નીપજતી આ સમસ્યાઓને નિવેડે લાવવામાં હજુ સુધી સફળ થઈ શક્યું નથી. કદાચ પિતાના વર્તમાન સ્વરૂપમાં તે સફળ થઈ શકશે પણ નહિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com