Book Title: Aatmsiddhi
Author(s): Kiranbhai
Publisher: Siddhgiri Bhaktivihar

View full book text
Previous | Next

Page 155
________________ ૧૪૦ આ કિસ્સાઓમાં મહત્વની બાબત એ છે કે કેઈસીએ કરેલા રંગના નિદાન પછી તેણે બતાવેલા રંગના ઉપચારમાં પશ્ચાત્તાપ, ક્ષમાયાચના, સેવા, વગેરે તે તે કર્મક્ષય માટે અનુરૂપ ભાવ તથા વર્તનથી બિમારી દૂર થતી કે ઓછી થતી. માનવભવનો સદુપયેગ કેઈસીના પિતાના વિષે કહેવામાં આવ્યું હતું કે પ્રાચીન કાળમાં તે પોતે ઈજીપ્તમાં રાજપુરોહિત હતા. ત્યારે તેનામાં ઘણી ગૂઢ શક્તિઓ હતી. પણ વાસનાઓ અને હઠાગ્રહના કારણે પિતાની શક્તિઓને તેમણે દુરુપયેગ કર્યો હતો અને તેનું પતન થયું હતું. પછીના ભાવમાં તે ઈરાનમાં હકીમ હતે. એક વાર રણમાં થયેલી લડાઈમાં ઘાયલ થયે, અને તેને મરણતોલ અવસ્થામાં છોડી દેવામાં આવ્યા. ત્રણ દિવસ અને ત્રણ રાત સુધી તેણે ભૂખ, તરસ, ઉઘાડી ધરતી અને અસહાયતામાં તરફડતાં એવી વેદના ભેગવી કે તેણે પોતાની ચેતનાને શરીરમાંથી બહાર કાઢવાને ભગીરથ પ્રયત્ન કર્યો. તે એમાં સફળ થયે. આ જીવનમાં તે પિતાના મનને શારીરિક મર્યાદાઓમાંથી મુક્ત કરી શકતો હતે તેની પાછળના કારણોમાં પણ એક કારણ હતું. તેના એક કે બીજા જન્મનાં કર્મના અનુસંધાને તેના આ જન્મના ગુણદોષ સ્પષ્ટ કહેવામાં આવ્યા હતા. આ જીવન તેના આત્માને માટે . કેસેટીરૂપ હતું. માનવજાતની નિઃસ્વાર્થ ભાવે સેવા કરી ભૂતકાળનાં અભિમાન, લાલચ અને લાલસામાંથી બહાર આવવા માટે તેને આ તક આપવામાં આવી હતી. પૂર્વ જન્મ વિશે દસ્તાવેજી માહિતી આપણને સ્વાભાવિક રીતે થાય કે પૂર્વજન્મની આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 153 154 155 156 157 158 159 160 161 162