________________
૧૪૩
કહો: “પ્રભુ, હું તમને સમપિત છું. તમને એગ્ય લાગે તે રીતે મારે ઉપયોગ કરે.”
(જીના સમીનારાકૃત “મેની મેન્સન્સ' ગ્રંથના સંક્ષેપ ઉપરથી નવનીત” પત્રના અત્યંત આભાર સાથે.)
ઠારી દે તું દીપ નયનના મહાકવિ રેઈનર મારિયા રિકેની આ કવિતા જર્મન ભાષામાં છે. કવિને ઉત્કટ ભાવ અન્ય ભાષાના ભાષાંતરમાં તો કઈ રીતે ઊતરે?
અતીન્દ્રિય આત્મતત્ત્વનું રૂપ આંખો ભલે ન જોઈ શકે, તેના સ્વર કાન વડે ભલે ન સંભળાય-ભલે તે વાણીથી પર હોય પણ સાક્ષાત્કારની વિરલક્ષણે ભક્ત જે અનુભવે છે, સમાધિ યોગમાં યેગી જેને જાણે છે, અનુભૂતિની ઉત્કટ અવસ્થામાં કવિને પણ તે સ્પશે છે. કવિની આ સ્પશના આપણને તાદામ્યની અનન્ય ભૂમિકા પર લાવી શકે છે અને આપણી ચેતના સ્પંદિત બને છે.
ઠારી દે તું દીપ નયનના તવ દર્શનને કાજ મને એ કાચ નથી કંઈ ખપના. કર્ણપટલ તેડી દે તે પણ
રહું સાંભળી સૂર; ચરણ વિના પણ નહીં લાગે
તવ ધામ મને બહુ દૂર. છીનવી લે વાચા તદપિ
સ્વર વહેશે મુક્ત સ્તવનમા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com