Book Title: Aatmsiddhi
Author(s): Kiranbhai
Publisher: Siddhgiri Bhaktivihar

View full book text
Previous | Next

Page 156
________________ ૧૪૧ હકીકતમાં વિશ્વાસ કેવી રીતે બેસે? કેઈસીના વિવરણમાં સામાન્ય રીતે પૂર્વજન્મનું નામ આપવામાં આવતું, અને કેટલીક વાર તે એ જન્મ વિશે માહિતી કેવી રીતે મળશે તેની નિશાની પણ આપવામાં આવતી. કેઈ પુસ્તક, જૂના દસ્તાવેજ અથવા કબર પર કતરેલા લેખની વીગતે આપવામાં આવતી. એક ચોક્કસ દાખલું ધ્યાન ખેંચે એવે છે. એક માણસને કહેવામાં આવ્યું કે પૂર્વજન્મમાં તેનું નામ બાનેટ સીય હતું અને તે અમેરિકી આંતર-વિગ્રહ વખતે દક્ષિણનાં રાજ્ય તરફથી લડતો સનિક હતું. તેને વધુ હકીકત આપવામાં આવી કે તે હેનરિક કાઉન્ટી, વર્જિનિયામાં રહેતા હતા અને તેના પૂર્વજન્મ વિશે દસ્તાવેજી માહિતી હજુ પણ તેને મળી શકશે. તે માણસ હેનરિકે કાઉન્ટી ગયે. તેણે જે દસ્તાવેજોની તપાસ કરી તે ત્યાં નહોતા, પણ ન્યાયાલયના કારકુને કહ્યું કે “વર્જિનિયા સ્ટેટ હિસ્ટોરિકલ લાઈબ્રેરી’ના જના રેકર્ડ વિભાગમાં ઘણા જૂના દસ્તાવેજોને તાજેતરમાં લઈ જવામાં આવ્યા છે. છેવટે લાયબ્રેરીમાં સુરક્ષિત રાખવામાં આવેલા જૂના દસ્તાવેજોમાંથી તેને બાનેટ સીયની દસ્તાવેજી માહિતી મળી કે જનરલ લીના લશ્કરમાં તે સને ૧૮૬૨માં, એકવીસ વર્ષની ઉંમરે વિજધારક તરીકે ભરતી થયે હતે. એગર કેઈસીને આ જ્ઞાન કેવી રીતે થયું હતું? એક વાર સંમોહન તળે તેણે શબ્દો ઉચ્ચાર્યા હતા. “આકાશિક રેકસ.” વિશ્વના ઉગમથી માંડીને પ્રકાશ, અવાજ, ગતિ કે વિચારનાં જે કાંઈ આંદોલન થાય છે તે આકાશના અત્યંત સૂક્ષ્મ ફલક પર અંકિત થયા કરે છે. આવાં આંદોલનની બીને સાધારણ રીતે આપણે ઝીલી શકતા નથી, પણ આપણું તંત્ર અતિશય સૂક્ષમ ને સંવેદનશીલ થયું હોય તે ગમે તે સ્થળ કે ગમે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 154 155 156 157 158 159 160 161 162