________________
૧૪૨
તે કાળની છબીને સ્પષ્ટ જોઈ શકાય છે. આપણે ત્યાં તેને
ગજ પ્રત્યક્ષ દૃષ્ટિ કહેવામાં આવી છે. કેઈસી જાગૃત અવસ્થામાં સામાન્ય માણસની જેમ જ ઇન્દ્રિય ને મનની દીવાલેમાં બદ્ધ હતા, પણ સમેહન તળે તેની આંતરિક દૃષ્ટિ ખૂલી જતી.
આત્મા જેવું સ્વતંત્ર તત્વ અસ્તિત્વ ધરાવે છે તેની સમજણ માટે પૂર્વગ્રહે છેડીને, ઉઘાડું મન રાખીને આ પુસ્તકમાં રજૂ થયેલા વિચારે સમગ્રતાથી જોવા માટે નમ્ર વિનંતી છે.
| સર્વરાગને ઉપચાર એક સ્ત્રીએ કેઈસીને જે પ્રશ્નો પૂછયા હતા તેના જવાબમાંથી આ વિશે માર્ગદર્શન મળી રહે છેઃ
“મારું સાચું જીવનકાર્ય શું છે?
જે નિર્બળ છે અને નિરાશ છે તેમને હિંમત બંધાવવાનું જે લથડી પડ્યાં છે તેમને ટેકે દઈ બેઠાં કરવાનું.”
આ કાર્ય માટે કેવી રીતે શરૂ કરવું?” “તમારા હાથવગું હોય તે કામ આજે જ શરૂ કરી દે.”
મારે માટે તેને ભવિષ્યમાં શું જોઈ શકે છે અને મારા ભાગ્યને સહુથી સારી રીતે હું કયાં સાર્થક કરી શકું?”
તમારા હાથમાં આજે શું છે? જે હોય તે, તમે જ્યાં છે ત્યાંથી જ ઉપયોગ કરે પરમાત્માને તમારે માર્ગ અજવાળવા દે. તમારી જાતને તેના હાથમાં મૂકી દે. તમે વાહન બની જાઓ. તમારે કયાં કાર્ય કરવું, મહેનત કરવી, તમને સેવા કરવી કે સેવા ભેગવવી ગમે, એ વિશે તેને કાંઈ ન કહે. એના કરતાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com