________________
૧૫
જોઈએ. અસત્યને ક્યાં ય ઉત્તેજન મળવું ન જોઈએ. અંધશ્રદ્ધા અને વહેમ વડે માનવીની વિચારશકિત નિર્બલ બને છે.
પરંતુ આપણી બુદ્ધિ ન સમજી શકે એવી બધી ઘટનાઓ પાછળ ચાલાકી કે બ્રમણા જ માની લેવી અને ગંભીરતાથી તેને વિચાર જ ન કરે એ પણ અવિજ્ઞાનિક છે. ન સમજી શકાય એવી ઘટનાઓને મૂળમાંથી નકારી કાઢવી એ હંમેશાં વૈજ્ઞાનિક બુદ્ધિનું લક્ષણ નથી. જે તત્ત્વ આપણું બુદ્ધિ ન સમજી શકે તે તવનો ઈન્કાર કરવામાં બુદ્ધિમત્તા નથી જ.
વિજ્ઞાનિક બુદ્ધિ આવી ઘટનાઓનાં મૂળમાં ઊતરી, ખાતરીપૂર્વકની તપાસ કરી સત્ય શોધી કાઢવાના ધગશપૂર્વકના પ્રયાસમાં છે. વિજ્ઞાનિક બુદ્ધિ જેમ કયાંક ભ્રમણ કે અસત્ય આવી ન જાય તે માટે સજાગ છે તેમ સત્યને એકાદ અંશ પણ ચૂકી ન જવાય તે માટે પૂર્ણપણે જાગૃત રહે છે.
જે આત્મા જેવું અલૌકિક તત્વ હોય અને તેની અનંતી અતીન્દ્રિય શકિતઓ હોય તે માનવ વિકાસની સીમાઓ અનંતગુણ વિસ્તરે છે. આજે વિજ્ઞાનિકે જ્ઞાન વિજ્ઞાનના નવા દરવાજા ઊઘડવાની શક્યતાઓ જોઈ રહ્યા છે. તેથી ભ્રમણને, ચાલાકીને કે અફવાઓને લેશમાત્ર અવકાશ ન રહે એવી રીતે એટલા પ્રમાણમાં નક્કર પુરાવાઓ એકઠા કરી પાકી ચકાસણું આવી ઘટનાઓની થવી જોઈએ. અને જ્યાં જ્યાં અતીન્દ્રિય શક્તિઓના પુરાવા મળે ત્યાં ત્યાં તેને સ્વીકાર કરે જઈએ. વહેમી ન ગણાવા માટે હકીકતેને અસ્વીકાર કરનાર સત્યનો ઇન્કાર કરે છે.
આત્માના અસ્તિત્વને સ્વીકાર જીવન સંબંધી આપણી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com