________________
૧૩૯
વર્ષની એક સ્ત્રીના વિવરણમાંથી જાણવા મળે છે કે તે છ મહિનાની હતી ત્યારે તેને બાળલકવા થઈ ગયા હતા અને પરિણામે તેની કરોડરજ્જુ વાંકી વળી ગઈ હતી. ચાલવામાં તે ખાડગાતી હતી. તેના પિતા ખેડૂત હતા અને આ દીકરી તરફ તેનું વલણ નિષ્ઠુર હતુ. છેકરીએ મહેનત કરી, મરઘાં ઉછેરીને કાંઈ કમાણી કરી હાય, તે એ આંચકી લેતા. છેકરી મેટી થઈ. પ્રણયમાં તેને બે વાર નિષ્ફળતા મળી તેના પહેલા પ્રેમી પ્રથમ મહાયુદ્ધમાં મૃત્યુ પામ્યા. ત્યાર પછી તેણે એક માણસ સાથે વેવિશાળ કર્યું. તે ભયકર રીતે માંદા પડયા, અને તે સાજો થયા ત્યારે પોતાની સારવાર કરતી નને પરણી ગયા. આટલા બધા શારીરિક અને માનસિક આઘાતા ઉપરાંત રાજ ઊડી ઝઘડો કરતાં માતાપિતા અને ખેતરમાં એકાકી જીવનની કલ્પના કરો. અધૂરામાં પૂરું સિમેન્ટનાં પગથિયાં પરથી તે પડી ગઈ અને કરોડરજ્જુ પર એક વધુ ઇજા થવાથી તે સાવ પથારીવશ બની ગઈ.
આ દાખલામાં પણ શારીરિક પીડા પાછળ પૂર્વનું ક કારણભૂત હતુ, અને તે બે જન્મ પહેલાં રામમાં કરવામાં આવ્યુ હતુ. તેનું વિવરણ આ પ્રમાણે આપવામાં આવ્યું છેઃ “આ જીવાત્મા (મૂળમાં દરેક વ્યક્તિને માટે ‘એન્ટીટી' શબ્દ વાપરવામાં આવ્યે છે) પેલિટિયર્સના કુટુંબીજન હતા. માણસ સામે માણસ તેમ જ માણસ સામે પશુનું જે યુદ્ધ કરાવવામાં આવતું તે ઝરૂખામાં બેસીને જોવાના તેને ખૂબ રસ હતા. આ જન્મમાં તેને જે શારીરિક વ્યથા ભાગવવી પડે છે તેની પાછળ, ઊંચા ધ્યેયને કાજે પોતાના ભાગ આપતા માણસાની તેણેજે તુચ્છકારભરી હાંસી ઉડાવી હતી તે કારણરૂપ છે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com