________________
૧૩૭
તે
આન્યા. માતાપિતાને કહેવામાં આવ્યુ કે છેકરી ઊંઘી જાય પહેલાં તેના માનસ પર શુભ વિચારો અંકિત કરવા.
આ વિવરણ મેળવ્યા પછી છેકરાની પથારી પાસે મા બેઠી. ાકરાને ઊંઘ આવવા માંડી એટલે તેણે ધીમા, એકધારા અવાજે કહેવા માંડયું : ‘તુ અત્યંત ભલેા અને માયાળુ છે. તુ ઘણા લોકોને સુખી કરવાના છે. તારા સપમાં આવે તે સર્વને તું સહાયરૂપ થવાના છે. તુ ભલેા છે, માયાળુ છે....’ આ એક જ વિચાર જુદી જુદી રીતે કરી નિદ્રાધીન હોય ત્યારે વિધેયાત્મક સૂચન Positive Suggestions રૂપે પાંચ કે દશ મિનિટ સુધી કહેવામાં આવતું.
તે રાતે નવ વર્ષના ગાળામાં પહેલી જ વાર છોકરાએ પથારી ભીની ન કરી. થોડા મહિના સુધી માએ આ શુભ વિચારાનાં આંદોલના ચાલુ રાખ્યાં. એક વાર પણ રાગે ઊથલેા ન માર્યો. પછી અઠવાડિયે એક વાર સૂચન આપવાનું બસ થઈ પડયું. ત્યાર પછી તેની પણ જરૂર ન રહી. છેકી તદ્ન સાજો થઈ ગયા.
આ કિસ્સામાં બે ત્રણ બાબતા મહત્ત્વની છે. બાળકની નવ વર્ષની ટેવ પડેલી જ રાતે નાબુદ થઈ ગઈ. બાળકની માતા વકીલ હતી. ભાળવાઈ જાય એવી, વહેમી કે અપ્રમાણિક નહાતી. તે બુદ્ધિની સતેજતા ધરાવતી હતી. બાળકમાં ઊંડે ઊંડે પડેલી ગુનાની લાગણીને દૂર કરવા માટે તેણે સજાગ પ્રયત્ન કરી જોયા. બાળકને પથારી ભીની કરવાની તેની ટેવ વિશે ઠપકાના એક પણ શબ્દ કહેવામાં નહાતા આવ્યા. બાળકની શારીરિક કે માનસિક ચેતનાને બદલે તેની આત્મિક ચેતનાને જ સંદેશા પહોંચાડવાના હેતુ હતા. સ્ત્રીઓને પાણીમાં ડુબાડવાની તેણે જે સજાએ કરી હતી તેની અપરાધ ભાવના તેના આંતરમન પર અંકાઈ ગઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com