________________
૧૩૨
પોતાની અતીન્દ્રિય શકિતના ઉપયાગ કર્યા છે અને આ બધા કેસેાની વ્યવસ્થિત નોંધ રાખવામાં આવી છે. અમેરિકાના વર્જિનિયા બીચ પર આવેલા ‘ધ કેઈસી ફાઉન્ડેશન’માં આ સામગ્રી સુરક્ષિત છે. પોતાને અચાનક સાંપડેલી આ અલૌકિક શક્તિથી પહેલાં તેા કેઈસી પણ શકાશીલ હતા. રાગનુ નિદાન, હજારી માઈલ દૂર રહેલા રાગીની પરિસ્થિતિનું દર્શન, જન્માંતરનાં દશ્યાઆ બધામાં તેને પેાતાને જ વિશ્વાસ બેસતા નહાતા, પણ તેણે આપેલું નિદાન અને વર્ણન સાચું પડવા માંડયું તેમ તેની શ્રદ્ધા વધી. કેઈસીને વચ્ચે વચ્ચે માનસશાસ્ત્રીઓ અને ડોકટરોએ ચકાસી જોયા હતા, અને તેની અસાધારણ શક્તિ તથા સચ્ચાઈના તેમને સ્વીકાર કરવા પડયા હતા.
કેઈસી જે નિદાન કરતા તેમાં એક આશ્ચર્યકારક તત્ત્વ તે એ હતુ કે શરીરના અવયવ, વ્યાધિ અને ઉપચાર માટે વૈદકશાસ્ત્રના પારિભાષિક શબ્દો વાપરતા. ભાનમાં આવતાં તેને આની કશી ખખર ન પડતી. તે વૈદકના કકોયે નહાતા જાણુતા, છતાં સ ંમેાહન તળે એક નિષ્ણાતની જેમ તે વિવરણ કરી શકતા. લેાકેા પાસેથી આ કાર્ય માટે પૈસા લેવાની તેણે સાફ ના પાડી હતી. આ ભગવાનની આપેલી શકિત છે અને ભગવાનનાં સતાના માટે કાઈ પણ ભેદભાવ વિના તે વાપરવી જોઈએ એવી તેની ભાવના હતી. અને આ ભાવના તેના છેલ્લા શ્વાસ સુધી ટકી હતી. લોકોની માગણી વધવા માંડી તેમ તેના સેવાયજ્ઞ પણુ વધુ પ્રજવલિત થયા. બહારગામથી પણ તેમાં આવવા લાગ્યાં. કેઇસી ત્યારે માત્ર ગાડીભાડું લેતા. લેાકેાનાં દુઃખદર્દીની કહાણી સાંભળી તેનું અંતર દ્રવી જતું. તે પોતાના આરામની પરવા કર્યા વિના ઉપચારા ચીંધતા. સમાહન તળે કેઈસી જે કહેતા તે લેયને અને ત્યાર પછી ગ્લેડીસ ડેવિસ નામની ખાઇ શોર્ટ હેન્ડમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com