________________
૧૨૩
૯
બાહ્ય અવકાશમાંથી આંતર અવકાશભણી
( એડગર ડી. મિશેલ અવકાશયાત્રી-એસ્ટ્રોનેટ છે. અવકાશમાં પ્રવાસ કરતાં તેમણે અતીન્દ્રિય વિજ્ઞાનના કેટલાક સફળ પ્રયાગા કર્યા છે. અમેરિકાના પાલેા આલ્ટો ગામમાં કેલિફોર્નિયામાં ઈન્સ્ટીટયુટ ઑફ નાએટિક સાયન્સીઝ નામની સંસ્થા તેમણે સ્થાપી છે. હમણા પ્રકાશિત થયેલા તેમના પુસ્તક સાઇકિક એકસપ્લોરેશન-માનસિક વિશ્વની શેાધમાંથી આ વિચારો રજૂ કરીએ છીએ. તે માટે સેટર ડે રિવ્યૂ' તથા ‘નવનીત’ના આભાર માનીએ છીએ.)
ફેબ્રુઆરી ૧૯૭૧ માં એપેલે−૧૪ ની યાત્રામાં પૃથ્વી પર થિત ચાર વ્યક્તિઓને ટેલીપથી દ્વારા સ ંદેશા મેકલવાના પ્રયત્ન કરી અતીન્દ્રિય ખાધ (ESP) નુ એક પરીક્ષણ મે
કરી જોયું.
મને પૂછવામાં આવે છે કે એક અવકાશયાત્રીને અતીન્દ્રિય શોધમાં આટલા બધા ઊંડા રસ શા માટે હાય ? આ પ્રશ્ન ચિત છે. મારા ખરા રસના વિષય છે-ચેતનાનું સ્વરૂપ તેમ જ શરીર અને મનના સબંધનું સ્વરૂપ સમજવું. ( જે માનવની ક્ષમતાનું મૂળ છે.) અતીન્દ્રિય શેાધ. આ વ્યાપકતર વિષયનુ એક તથ્ય છે. આથી એમ કહી શકાય કે મારા રસ બાહ્ય . અવકાશથી વધુ વિસ્તર્યા છે અને તેમાં હવે આંતરિક અવકાશ પણ સમાઈ જાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com