________________
૧૨૭
ખુલ્લા મનવાળા દરેક મનુષ્યને હવે એ સ્પષ્ટ થઈ ગયું હશે કે મનુષ્યમાં એવી કેટલીક શક્તિઓ હોય છે, જે એની સાત ઈન્દ્રિયે પૂરતી મર્યાદિત હોતી નથી. આધુનિક વિજ્ઞાન મનુષ્યને, જૈવિક અણુઓના જટિલ સંઘટન તરીકેને જે નકશો રજૂ કરે છે, તે ચેતનાને સમજવા માટે અપૂરત છે. મનુષ્ય કેવળ હાડમાંસના પિંડ કરતાં કંઈક વધુ છે. એનું કેઈક એવું પરિણામ છે, જે એના વ્યક્તિ તરીકેના અસ્તિત્વને અતિકમીને એને પરાવ્યક્તિની કટિમાં મૂકી આપે છે.
આ વિચાર અલબત્ત, આપણને ફરી ધર્મ અને તત્ત્વજ્ઞાન પર લઈ જાય છે. ધાર્મિક માન્યતાઓ માટે તે નકકર કારણે રજૂ કરે છે–સમગ્ર ઈતિહાસમાં માણસને હમેશાં એ જે દાવ રહ્યો છે કે ભૌતિક વિશ્વને કેઈ આધાર આધ્યાત્મિક પાયે છે, તે દાવાને સમજાવવા માટે તે એક તર્કશુદ્ધ ભૂમિકા પૂરી પાડે છે, પણ આપણે એ પાયે જે હોય તે ચેતનાનું રૂપાંતર કરવું જરૂરી છે.
-એડગર ડી. મિશેલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com