________________
૧૦૧
જીવમાં અનેક ધર્મ છે. પૂ. શ્રી હરિભદ્રસૂરિજી મહારાજે તેમના દર્શન સમુચ્ચય” ગ્રંથમાં કહ્યું છે કે
તત્ર જ્ઞાનદિધ ભિન્નાભિને વિવૃત્તિમાન છે
શુભાશુભકર્મકર્તા લેતા કર્મફલસ્ય ચ છે ચિતન્ય લક્ષણે જીવ....
જીવ લક્ષણ ચિતન્ય છે અને જીવ જ્ઞાનાદિ ગુણોથી ભિના છે અને અભિન્ન પણ છે. જ્યાં સુધી જીવ રાગદ્વેષવાળ હોય ત્યાં સુધી જીવને જુદાં જુદાં શરીરને ધારણ કરવાં પડે છે. જીવ શુભ અને અશુભ કર્મોને કર્તા છે તથા કર્મનાં ફળોને ભેગવનાર પણ જીવ જ છે.
જીવન ધર્મો અનેક છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર્ય, સુખ, દુઃખ, વીર્ય, ભવ્યપણું, અભવ્યપણું, સત્ત્વ, પ્રમેયપણું, દ્વવ્યાપણું, પ્રાણ ધારણ કરવાપણું, ક્રોધાદિનાં પરિણામ, સંસારીપણું, સિદ્ધપણું તથા અન્ય જીવોથી ભિનપણું આવા અનેક ધર્મ છે.
આ જ્ઞાનાદિ ધર્મોથી જીવને જુદો પણ માનવે જોઈએ અને એક પણ માનવે જોઈએ
ધર્મ અને ધમી વચ્ચે વિશેષિક મતવાળા એકાંત ભિન્નતા માને છે અને બૌદ્ધમતવાળા એકાંત અભિન્નતા માને છે. તે પણ યુક્તિયુક્ત જણાતું નથી.
વળી આત્માને કર્મવશે અનેક ગતિઓમાં ભમવું પડે છે તથા અનેક શરીરને ધારણ કરવાં પડે છે માટે આત્મા પરિણામી નિત્ય-પરિણામ પામનારે છે એમ માનવું ઘટે છે. પરંતુ ચાવક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com