________________
સર્વાને જીવ પ્રત્યક્ષ છે વળી, આત્માનું પ્રત્યક્ષ તને પણ છે તે મેં બતાવ્યું છે. તારું એ પ્રત્યક્ષ આંશિક છે, કારણ કે તને આત્માનું સર્વ પ્રકારે સંપૂર્ણ પ્રત્યક્ષ નથી. પણ મને તે તેનું સર્વથા પ્રત્યક્ષ છે, તું છદ્મસ્થ છે, વીતરાગ નથી, તેથી તને વસ્તુના અંશને સાક્ષાત્કાર થાય છેહું તે કેવલી છું તેથી મારું જ્ઞાન અપ્રતિહત અને અનંત હેવાથી મને તે આત્મા સંપૂર્ણપણે પ્રત્યક્ષ છે.
ઈન્દ્રભૂતિ- મારા પિતાના દેહમાં આત્માનું મને આંશિક પ્રત્યક્ષ છે એ વાત હું સ્વીકારું છું; પણ બીજાના દેહમાં આત્મા છે તે હું કેવી રીતે જાણું?
ભગવાન -જેમ પિતાની ઈચ્છમાં પ્રવૃત્તિ અને અનિષ્ટમાંથી નિવૃત્તિ થાય છે તે પિતાના શરીરમાં આત્મા છે તેમ બીજાની ઈષ્ટમાં પ્રવૃત્તિ અને અનિષ્ટમાં નિવૃત્તિ દેખાય છે, તેથી બીજાના શરીરમાં પણ આત્મા હવે જોઈએ.
ઇન્દ્રભૂતિ – પ્રત્યેક જીવને સર્વ—વ્યાપ્ત માનવામાં આવે તે છે વધે?
ભગવાન - જીવ સર્વવ્યાપ્ત નહિ પણ શરીર વ્યાપ્ત છે, કારણ કે તેના ગુણે શરીરમાં જ ઉપલબ્ધ થાય છે. માટે તે શરીર પ્રમાણ છે. એટલે જીવમાં કત્વ, ભકતૃત્વ, બંધ, મોક્ષ, સુખ અને દુઃખ તથા સંસાર એ બધું જે તેને શરીરવ્યાપ માનવામાં આવે તે જ યુતિ સંગત થાય છે. ,
આત્માના સ્વતંત્ર અસ્તિત્વની સિદ્ધિ માટે પૂજ્ય શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે વિશેષાવશ્યક ભાષ્યમાં અન્ય દાર્શનિકેના તર્કોનું ખંડન કરી આત્માની સંસિદ્ધિ કરી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com