________________
૧૦
આત્માંસા
ભારતીય સંસ્કૃતિમાં જૈન સંસ્કૃતિનું સ્વતંત્ર સ્થાન છે, સ્વતંત્ર વિચારધારા છે અને સ્વતંત્ર નિરૂપણ પદ્ધતિ છે.
મૌલિકતાની દ્રષ્ટિથી જોઈ એ તા જૈન આગમામાં આત્માના શાશ્વત ભાવા જેટલા સ્પષ્ટ સમજાય છે તેટલા અન્યત્ર મૂલ ગ્રંથામાં સ્પષ્ટ થતા નથી. પરમ ઉપકારી શ્રી મહાવીર સ્વામીના પ્રવચનામાં આત્માનું સર્વાંગી સ્વરૂપ સદાય નિશ્ચિત અને સુસ્પષ્ટ રહ્યું છે.
ભગવાન મહાવીર સ્વામીએ આત્માને શાશ્વત મૌલિક દ્રવ્ય કહ્યુ છે. જૈન દર્શન પ્રમાણે આત્મા ચૈતન્ય સ્વરૂપ છે. છ દ્રવ્યામાં સ્વતંત્ર દ્રવ્ય છે. સાત તત્ત્વમાં પ્રથમ તત્ત્વ છે. નવ પદાર્થમાં પ્રથમ પદાર્થ છે. પંચાસ્તિકાયમાં ચેાથા અસ્તિકાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com