________________
૧૦૬
શાશ્વત પણ છે અને અશાશ્વત પણ છે; પરંતુ જ્યારે આ અપેક્ષાઓ સમજાય છે ત્યારે વસ્તુસ્થિતિ પર પ્રકાશ પડે છે.
દ્રવ્યની અપેક્ષાએ શાશ્વત એટલે જીવ પિતાના દ્રવ્યત્વથી જીવત્વથી નિત્ય છે. જીવનું જીવત્વ ભૂતકાળમાં હતું, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં રહેશે.
જીવ ભાવથી અનિત્ય છે એટલે જીવન પર્યાય હંમેશાં બદલાતો રહેશે. એક જ જીવ ભિન્ન ભિન્ન યોનિમાં અને એક જ નિમાં બાલ્યાવસ્થા, તરુણાવસ્થા, વૃદ્ધાવસ્થામાં આવે છે. જીવ દ્રવ્યથી નિત્ય છે, પર્યાયથી અનિત્ય છે.
જેમ સેનાનાં કુંડળ, મુગટ, હાર, આદિ અનેક આભૂષણ બનવા છતાં પણ, નામ અને રૂપ કે આકાર બદલાવા છતાં પણ સોનું તે સેનું જ રહે છે. અહીં તેનું દ્રવ્ય છે તથા કુંડલ, મુગટ, હાર તેના પર્યાય છે. ત્યાં આત્મા દ્રવ્ય છે અને મનુષ્ય, દેવ, પશુ, નારક તેના પર્યાય છે. | શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં વિસ્તારની દષ્ટિએ આત્માનાં લક્ષણ આ પ્રમાણે દર્શાવ્યાં છે. નાણું ચ દંસણું ચેવ,
ચરિત્ત ચ ત તહા તીરિયં ઉવેગો ચ,
એવં જીવલ્સ લકખણું છે જ્ઞાન, દર્શન, ચારિત્ર્ય, તપ, વીર્ય અને ઉપગ આ જીવનાં લક્ષણ છે.
આત્માનું સ્વરૂપ પૂજ્ય શ્રી વાદિદેવસૂરિજી “પ્રમાણનય તત્ત્વાલેકમાં સંસારી આત્માનું સ્વરૂપ બતાવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com