________________
૧૧૨
આત્મા જ્ઞાનમય અસખ્ય પ્રદેશના પીંડ છે. આત્મા અરૂપી છે. તેને ચર્મચક્ષુઓથી જોઈ શકાતા નથી. પરંતુ ચેતનાથી તેના અસ્તિત્વને જાણી શકાય છે.
આત્માને વાણી દ્વારા પ્રતિપાદિત કરી શકાતા નથી અને તર્ક વડે જાણી શકાતા નથી.
પાંચમા અંગ શ્રી ભગવતી સૂત્રમાં આત્માનું સ્વરૂપ અત્યંત સ્પષ્ટ દર્શાવ્યુ છે.
‘જીવા અણાઈ અનિધના અવિણાસી અકખએ ધુએ ણ ચ ।’
જીવ અનાદિ છે, અનિધન છે, અવિનાશી છે, અક્ષય છે, ધ્રુવ છે અને નિત્ય છે.
આત્મા દેદ્ય છે, અભેદ્ય છે. આત્માને અગ્નિ ખાળી શકતા નથી કે શસ્ત્ર કાપી શકતું નથી.
આત્માને કદાપી નાશ થતા નથી. સિદ્ધાંત છે કે અસ્તિત્વ અસ્તિત્વમાં પરિણમે છે અને નાસ્તિત્વ નાસ્તિત્વમાં પિરણમે છે. તેથી જેનું અસ્તિત્વ છે એવા જીવ કયારેય ભાવિમાં નાતિત્વમાં પરિણમતા નથી.
સંક્ષેપમાં કહીએ તેા જૈનદર્શન પ્રમાણે આત્મા એક રવતંત્ર શાશ્વત દ્રવ્ય છે. આત્માની ઉત્પત્તિ નથી અને · આત્માના વિનાશ પણ નથી.
આત્માનું મુખ્ય લક્ષણ જ્ઞાન છે. કયારેય કોઈ પણ ચેનિમાં આત્મા સર્વથા જ્ઞાન કે અનુભૂતિ શૂન્ય હેાતા નથી. જ્ઞાન એક એવું લક્ષણ છે કે જે આત્માને જડ પદાર્થોથી સા પૃથક્ કરી દે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com