________________
શું મગજ ન હોય તે ચાલે? ઈ. સ. ૧૯૫ માં ન્યુયાર્કની સેંટ વિન્સેન્ટ હોસ્પિટલમાં જન્મેલા એક બાળકને મગજ હતું જ નહિ. સત્તાવીસ દિવસ સુધી આ બાળક જીવ્યું તે દરમિયાન બધાં બાળકના જેવું જ હતું. મૃત્યુ પછી મગજની શસ્ત્રક્રિયામાં તેને મગજ ન હતું એ સમજાયું. અર્વાચિન વિજ્ઞાનની દ્રષ્ટિએ આ આશ્ચર્ય છે.
ડો. ગુસ્તાવ ગેલીએ પિતાના “જાગૃત મનથી અજાગૃત Hal El 'From the Conscious to the Unconscious' નામના ગ્રંથમાં એક યુવતી જેનું મગજ રેલવે અકસ્માતમાં બિલકુલ છુંદાઈ ગયું હતું તેનું દષ્ટાંત આપે છે. સામાન્ય શસ્ત્રક્રિયાથી આ યુવતી બિલકુલ સારી રીતે આ છુંદાયેલા મગજ સાથે જીવતી હતી.
ઈસ. ૧૫૭ના સપ્ટેમ્બરમાં એક ૩૯ વર્ષના પુરુષનું શસ્ત્રક્રિયાથી જમણી તરફનું મગજ કાઢી નાખવું પડયું. ડોકટરના આશ્ચર્ય વચ્ચે તેની બુદ્ધિશક્તિમાં કંઈ જ ફેર પડ્યો ન હતો.
અમેરિકન સાયકોલોજીકલ એસોશીએશન પાસે આ ઓપરેશન કરનારા ડો. બ્રુએલ અને ડે. એલ્બીએ જ્યારે આ વીગતે રજૂ કરી ત્યારે સાંભળનારા સ્તબ્ધ થઈ ગયા. જર્મન મસ્તિષ્ક વિજ્ઞાનિક હૂકેલેંડ લખે છે કે લકવાથી મૃત્યુ પામેલા એક મનુષ્યના મસ્તિષ્કની શસ્ત્રક્રિયા કર્યા પછી મસ્તિષ્ક સંબંધી તેની ઘણી માન્યતાઓ બદલાઈ ગઈ હતી. આ બિમારની બુદ્ધિશકિત, સમજણ બધું જ સુયોગ્ય હતું. આપરેશન પછી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com