________________
૧૧૮
પાંચ વરસ પછી ફેંચ વિપ્લવમાં કવિ કોઝેટેએ ભાખેલી અગમવાણ અક્ષરસઃ સાચી પડી. - નાસ્તિક લા હાપે કવિને જૂઠો ઠરાવવા આ વીગતે પિતાની ડાયરીમાં લખી રાખી હતી. લા હાપ જે મઠમાં મૃત્યુ પામે તેમાં આ ડાયરી આજે પડી છે.
જમીન નીચે શું છે તે દેખાય છે ઈ. સ. ૧૯૪૦ ની આ વાત છે. કેનેડાના વ્યાપારી જે. રાઓલ ડેસીયરને બે પડખામાં વારંવાર સખત દુઃખાવે થ. ડોકટરે માનસિક બિમારીનું નિદાન કરી ઊંઘવાની ગળીઓ લખી આપી. એક મહિનો રેજ ગોળીઓ લઈને એકવાર ડેસીયરને કેનેડા પિતાના એક સગાના ખેતરમાં જવાનું થયું. પેલા સગાએ વાતચીતમાં કહ્યું કે ખેતર પાણીની અછતને લીધે પિતે વેચી નાખવા માગે છે.
ડેસીયરને પડખામાં એકદમ દુખાવો ઊપડી આવે. ખેતરમાં વાતો કરતા બન્ને ચાલતા હતા તે ઊભા રહી ગયા.
ડેસીયરે કહ્યું: “તમે મને કારણ પૂછશો નહિ, આ ખેતર નીચે પુષ્કળ પાણ છે.” ચકકસ જગ્યાએ કૂવે છેદવાની તેણે સૂચના આપી. પાણી નીકળ્યું.
ડેરેસીયરની ખ્યાતિ ચારે બાજુ ફેલાઈ ગઈ. એક પણ નિષ્ફળતા વગર તે સે કૂવા ખોદવાનાં સ્થાને બતાવ્યાં, પરંતુ * પંડખામાં સખત દુઃખાવો થાય ત્યારે જ તેની આ શક્તિ કાર્ય કરતી.
- કેનેડાની સરકાર તથા વૈજ્ઞાનિકોએ તેની વારંવાર ચકાસણી કરી છે. જ્યારે તેને પડખામાં સખત દુઃખા થતા ત્યારે પોતે ઊભે હોય તે જમીન નીચે શું શું છે તે હકીકત ડેસીયર સ્પષ્ટ કહી શકતો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com